Sania Mirza ને મળ્યા UAE ના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી

જે અન્ય ખેલાડીઓને ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા છે. તેમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લુઇસ ફિગો અને ટેનિય્સની દુનિયાના નંબર 1 નોવાક જોકોવિચ સામેલ છે. મનોરંજન ઉદ્યોગમાંથી, બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સંજય દત્તને આ વીઝા મળ્યા છે. 

Sania Mirza ને મળ્યા UAE ના ગોલ્ડન વિઝા, સ્પોર્ટ્સ બિઝનેસમાં કરી શકે છે એન્ટ્રી

નવી દિલ્હી: ભારતની એક સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza) ને સંયુક્ત અરબ અમીરાતની સરકારે (UAE government) ગોલ્ડન વીઝા (Golden Visa) પ્રદાન કર્યા છે. સાનિયા મિર્ઝા ત્રીજી એવી ભારતીય ખેલાડી બની ગઇ છે. જેમને યૂએઇ તરફથી ગોલ્ડન વીઝા મળી (Golden Visa) ગયા છે. સાનિયા મિર્ઝા ઉપરાંત તેમના પતિ અને પાકિસ્તાનની ટીમના સભ્ય શોએબ મલિકને પણ યૂએઇની સરકાર ગોલ્ડન વીઝા આપ્યા (Golden Visa) છે. ગોલ્ડન વીઝા મળ્યા બાદ સાનિયા મિર્ઝા રમતો સાથે જોડાયેલો એક બિઝનેસ શરૂ કરી શકે છે. 

હૈદ્રબાદની રહેવાસી 34 વર્ષીય સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાન (Pakistan) ના સિયાલકોટની રહેવાસી 39 વર્ષની મલિકએ 2010 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ સાનિયા મિર્ઝા (Sania Mirza) અને શોએબ મલિક દુબઇમાં રહે છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની એક ત્રણ વર્ષની પુત્રી છે, જેનું નામ ઇઝહાન છે.

યૂએઇ સરકારે (UAE government) 2019 માં વીઝા માટે એક નવી સિસ્ટમના રૂપમાં ગોલ્ડન વીઝા (Golden Visa) ની સ્થાપના કરવામાં આવી હતી. તેણે વિદેશીઓને રાષ્ટ્રીય પ્રાયોજકોની આવશ્યકતા વિના દેશમાં રહેવા અને બિઝનેસ શરૂ કરવાની સુવિધા આપવામાં આવે છે. આ વીઝા પાંચ અથવા 10 વર્ષની અવધિ માટે હોય છે. ગોલ્ડન વીઝા આપમેળે રિન્યૂ પણ થઇ જાય છે. 

સ્પોર્ટ્સ બિઝનેસમાં હાથ અજમાઇ શકે છે સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા (Sania Mirza) અને શોએબ મલિકે ગોલ્ડન વીઝા મળવાની ખુશી વ્યક્ત કરી છે. સાનિયા મિર્ઝાનું કહેવું છે કે તે યુએઇ (UAE) માં વધુ સમય વિતાવવા માટે ઉત્સાહિત છે. આ સાથે જ સાનિયા મિર્ઝા (Sania Mirza) એ યુએઇમાં રમત સાથે જોડાયેલા બિઝનેસ (Sports Business) ની શરૂઆત કરવાના પણ સંકેત આપ્યા છે. બંને ખેલાડીઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'અમે યુએઇના વીઝા મળતાં તે એકદમ ખુશી છે. અમે યુએઇમાં સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસના વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરીશું. 

જે અન્ય ખેલાડીઓને ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા છે. તેમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લુઇસ ફિગો અને ટેનિય્સની દુનિયાના નંબર 1 નોવાક જોકોવિચ સામેલ છે. મનોરંજન ઉદ્યોગમાંથી, બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સંજય દત્તને આ વીઝા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news