VIDEO: દિલ્હીની જીતમાં નેપાળી સ્પિનર છવાયો, લામિછાને બોલ્યો- ગેલની વિકેટ રહી ખાસ

18 વર્ષના લામિછાનેએ મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, હું હંમેશા મારૂ કામ કરવા ઈચ્છતો હતો. મને જ્યારે પણ તક મળી, હું ખુદને સાબિત કરવા ઈચ્છું છું. 
 

VIDEO: દિલ્હીની જીતમાં નેપાળી સ્પિનર છવાયો, લામિછાને બોલ્યો- ગેલની વિકેટ રહી ખાસ

નવી દિલ્હીઃ નેપાળના યુવા સ્પિનર સંદીપ લામિછાનેને આઈપીએલમાં ઓછી તક મળી છે, પરંતુ તેણે આને પડકારની જેમ લેતા કહ્યું કે, તે દરેક તક પર ખુદને સાબિત કરવા માટે ઉતરે છે. લામિછાનેએ શનિવારે એક ઓવરમાં ક્રિસ ગેલ અને સેમ કરનની વિકેટ લઈને કિંગ્સ ઈલેવન પંજાબને મોટો સ્કોર બનાવવાથી રોક્યું હતું. લામિછાનેએ ગેલ અને કરનને 13મી ઓવરના ક્રમશઃ બીજા અને છેલ્લા બોલ પર આઉટ કર્યાં હતા. 

18 વર્ષના લામિછાનેએ મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, હું હંમેશા મારૂ કામ કરવા ઈચ્છતો હતો. મને જ્યારે પણ તક મળી, હું ખુદને સાબિત કરવા ઈચ્છું છું. 

લામિછાનેએ કહ્યું, ઘણીવાર નિરાશા થાય છે કે અંતિમ-11માં જગ્યા ન મળી, પરંતુ બધા તો ન રમી શકે. ટીમ મેનેજમેન્ટની પોતાની રણનીતિ છે અને તેની સમજ અમારાથી વધારે છે. તે સ્થિતિની અનુસાર અંતિમ ઈલેવન ઉતારે છે. લામિછાનેએ અત્યાર સુધી 5 મેચોમાં 8 વિકેટ ઝડપી છે. 

— bishwa mohan mishra (@mohanbishwa) April 21, 2019

ફિરોઝશાહ કોટલાની પિચને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યાં છે, પરંતુ આ સ્પિનરે કહ્યું કે, બાકીના બે મેચોમાં પણ તે આવી પિચ જોવા ઈચ્છશે. તેણે કહ્યું, પિચ સારી હતી. શરૂઆતમાં થોડી ટર્ન લઈ રહી હતી, પરંતુ બોલ બેટ પર આવી રહ્યો હતો. ડ્યૂને કારણે પણ બોલરોને બોલ પકડવામાં મુશ્કેલી થઈ હતી. 

ક્રિસ ગેલની આક્રમક અડધી સધી (69 રન, 37 બોલમાં) છતાં સ્પિનર સંદીપ લામિછાનેની ત્રણ વિકેટની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબને સાત વિકેટ પર 163 રન પર રોકી દીધું હતું. જવાબમાં દિલ્હીએ બે બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news