ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલીને સ્વિસ ઓપનમાં ઉતરશે સાઇના-સમીર

બે વખતની ચેમ્પિયન સાઇના નેહવાલ અને ગત ચેમ્પિયન સમીર વર્મા ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલીને મંગળવારે અહીં ક્વોલિફાયરની સાથે શરૂ થઈ રહેલા સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારની આગેવાની કરશે. 

ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલીને સ્વિસ ઓપનમાં ઉતરશે સાઇના-સમીર

બાલેસ (સ્વિટ્ઝર્લેન્ડ): બે વખતની ચેમ્પિયન સાઇના નેહવાલ અને ગત ચેમ્પિયન સમીર વર્મા ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલાવીને અહીં ક્વોલિફાયરની સાથે શરૂ થઈ રહેલા સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારની આગેવાની કરશે. સમીરે ગત વર્ષે આ ટૂર્નામેન્ટની સાથે પોતાના શાનદાર અભિયાનની શરૂઆત કરી હતી અને પછી વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. 

તેણે આ સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ 11મી રેન્કિંગ હાસિલ કરી હતી. વિશ્વમાં 14માં નંબરના ખેલાડી સમીર 1,50,000 ડોલર ઈનામી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયરમાં ટકરાશે. સમીરે પોતાના મોટા ભાઈ સૌરભ સાથે ટકરાવાનું હતું પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો છે. સમીરે બીજા રાઉન્ડમાં હમવતન ભારતીય બી. સાઇ પ્રણીતનો સામનો કરવો પડી શકે છે. 

જો તે આ મેચમાં જીત મેળવવામાં સફળ રહે તો તેને વિશ્વના પૂર્વ નંબર-1 ખેલાડી વિક્ટરએક્સેલસેન સાથે હિસાબ ચુકતે કરવાની તક મળી શકે છે. જેણે તેને ગત સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હરાવ્યો હતો. બર્મિંઘમમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ડાયરિયાને કારણે સાઇનાનું પ્રદર્શન પ્રભાવિત થયું હતું અને તે ઝડપથી બહાર આવીને પોતાના અભિયાનની શરૂઆત ક્વોલિફાયર વિરુદ્ધ કરશે. 

આ પહેલા 2011 અને 2012માં અહીં ટાઇટલ જીતી ચુકેલી ત્રીજી વરિય સાઇનાની નજર ત્રીજા ટાઇટલ પર છે. પુરુષ સિંગલ્સમાં સાઇનાના પતિ અને રાષ્ટ્રમંડળ ગેમ્સના પૂર્વ ચેમ્પિયન પારૂપલ્લી કશ્યપે પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર સાથે ટકરાવાનું છે જ્યારે પ્રણીતનો સામનો ઈંગ્લેન્ડના રાજીવ ઓસેફ સામે થશે. શુભંકર ડે પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયરની વિરુદ્ધ ઉતરશે. મહિલા સિંગલ્સમાં સાઇના સિવાય માત્ર વૈષ્ણવી જક્કા રેડ્ડી કોર્ટ પર છે. તે પ્રથમ રાઉન્ડમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે ટકરાશે. 

પુરૂષ સિંગલ્સમાં અર્જુન એમઆર અને રામચંદ્રન શ્લોક તથા મનુ અત્રી અને બી સુમિત રેડ્ડી ભારતીય પડકારની આગેવાની કરશે, જ્યારે મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી તથા પૂજા દાંડૂ અને સંજના સંતોષ પર રહેશે. મિક્સ ડબલ્સમાં પ્રણવ જૈરી ચોપડા અને સિક્કી સિવાય અર્જુન એમઆર અને મીનાક્ષી કે તથા ધ્રુવ કપિલા અને કુહુ ગર્ગ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ક્વોલિફાયરમાં રિયા મુખર્જી અને રૂષાલી ગુમ્માદી ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news