રમજાન દરમિયાન ચૂંટણીમાં મુસ્લિમોના મતદાનમાં કોઇ ફર્ક નહીં પડશે: ઓવૈસી

રમજાન દરમિયાન યોજાનારી લોકસભા ચૂંટણીને લઇ ચાલી રહેલા રાજકીય આક્ષેપબાજી પર એઆઇએમઆઇએમના પ્રમુખ અસદૂદ્દીન ઓવૈસીએ રાજકીય દળ પર નિશાન સાધ્યું છે

રમજાન દરમિયાન ચૂંટણીમાં મુસ્લિમોના મતદાનમાં કોઇ ફર્ક નહીં પડશે: ઓવૈસી

નવી દિલ્હી: રમજાન દરમિયાન યોજાનારી લોકસભા ચૂંટણીને લઇ ચાલી રહેલા રાજકીય આક્ષેપબાજી પર એઆઇએમઆઇએમના પ્રમુખ અસદૂદ્દીન ઓવૈસીએ રાજકીય દળ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ વિવાદની કોઇ જરૂરીયાત નથી. હું રાજકીય દળોને આગ્રહ કર્યું છે કે તેઓ કોઇપણ કારણથી પોતાના ફાયદા માટે મુસ્લિમ સમુદાય અને રમજાનનો ઉપયોગ ન કરો.

ઓલ ઇન્ડિયા મઝલિસ એ ઇત્તેહાદુલ મુસ્લમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદૂદ્દીન ઓવૈસીએ કહ્યુપં કે મુસ્લિમ રમજાનના મહીનામાં જરૂર રોજા રાખશે. તેઓ તે દરમિયાન સામાન્ય જીવન જીવે છે. તે ઓફિસ પણ જાય છે. એટલું જ નહીં ગરીબથી ગરીબ વ્યક્તિ પણ રોજા રાખે છે. તેમણે કહ્યું કે, ‘મારું અંદાજે રમજાનના મહિનામાં ઉચ્ચ મત ટકાવારી સામે આવશે.’

જણાવી દઇએ કે 11 એપ્રિલથી શરૂ થનાર લોકસભા ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન રમજાનનો મહીનો પણ હશે. ચૂંટણી કમિશનની તરફથી રવિવારના જાહેરાત કરવામાં આવેલા લોકસભા ચૂંટણીના કાર્યક્રમ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણીને લઇને ભાજપ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ નહીં ઇચ્છતી કે લઘુમતીઓ મતદાન કરે. એટલા માટે રમજાન દરમિયાન રોજાના ધ્યાન રાખવામાં આવ્યું નથી. પરંતુ અમને ચિતા નથી. અમે વોટ આપીશું.

ફિરહાદ હકીમે કહ્યું છે કે ચૂંટણી કમિશન એક બંધારણીય સંસ્થા છે, અમે તેનું સન્માન કરીએ છે. આપણે તેની સામે કંઇપણ ન બોલવું જોઇએ. 7 તબક્કાઓમાં ચૂંટણી ત્રણ રાજ્યો બિહાર, યૂપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે મુશ્કેલ હશે. આ તેમના માટે વધારે મુશ્કેલ હશે, જે રમજાનમાં રોજા રાખે છે. કેમકે આ સમયે રમજાન મહીનો પણ હશે. તેમનું કહેવું છે કે આ ત્રણ રાજ્યોમાં લઘુમતીઓની આબાદી વધારે છે. તે બધા રોજા રાખી તેમનો વોટ આપશે. ચૂંટણી કમિશનને તેનું ધ્યાન રાખવું જોઇતું હતું.

જણાવી દઇએ કે, ચૂંટણી કમિશને 17મી લોકસભા ચૂંટણી સાત તબ્બકાઓમાં, 11 એપ્રિલથી 19 મેની વચ્ચે કરવાનો નિર્ણય કર્યો છે. સાત તબ્બકાઓમાં મતદાન બાદ 23 મેના મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સૂનિલ અરોડાએ રવિવારે ચૂંટણી કાર્યક્રમ જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા ચરણ માટે 11 એપ્રિલ થવાનાર મતદાનની યાદી 18 માર્ચે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2014માં 16મી લોકસભાની ચૂંટણી 9 તબ્બકામાં કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news