IPL પહેલા સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkar ને મોટો ઝટકો, આ ટૂર્નામેન્ટમાંથી બહાર

ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના (Sachin Tendulkar) પુત્ર અર્જૂન તેંડુલકરને (Arjun Tendulkar) મોટો ઝટકો લાગ્યો છે. વિજય હઝારે ટ્રોફી 2021 (Vijay Hazare Trophy 2021) માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે

IPL પહેલા સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkar ને મોટો ઝટકો, આ ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના (Sachin Tendulkar) પુત્ર અર્જૂન તેંડુલકરને (Arjun Tendulkar) મોટો ઝટકો લાગ્યો છે. વિજય હઝારે ટ્રોફી 2021 (Vijay Hazare Trophy 2021) માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અર્જૂનનું નામ સામેલ કરવામાં આવ્યું નથી.

મુંબઇની ટીમથી બહાર થયો અર્જૂન
20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) માટે મુંબઇની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને (Shreyas iyer) મુંબઇ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ત્યારે ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને (Prithvi Shaw) મુંબઇ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અર્જૂન તેંડુલકરને (Arjun Tendulkar) મોટો ઝટકો લાગ્યો છે. સચિન તેંડુલકરના (Sachin Tendulkar) પુત્રને મુંબઈ ક્રિકેટ એસોસિએશને ઘરેલુ 50 ઓવરની ચેમ્પિયનશિપ માટે 22 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

અર્જૂનનું ખરાબ પ્રદર્શન
અર્જૂન તેંડુલકર (Arjun Tendulkar) આ વર્ષે પ્રથમ વખત કોઈ સીનિયર ટીમમાં સામેલ થયો હતો. ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જૂન તેંડુલકરને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં (Syed Mushtaq Ali Trophy) મુંબઇની ટીમમાં તક મળી હતી. તેણે લીટ ઈ લીગ ગ્રુપ મેચમાં ડેબ્યૂ કર્યું. તે મેચમાં અર્જુનને બે ઓવરમાં 1 વિકેટ સાથે 21 રન આપ્યા હતા.

તમને જણાવી દઇએ કે, અર્જૂન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માટે ટીમનો ભાગ જરૂર હતો, પરંતુ તેનું પ્રદર્શન પ્રેક્ટિસ મેચમાં ખુબજ ખરાબ હતું. પ્રેક્ટિસ મેચમાં પણ તે ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચમાં અર્જૂન તેંડુલકરે (Arjun Tendulkar) ટીમ D માટે 4 મેચ રમી. પરંતુ તેનું પ્રદર્શન બોલ અને બેટ બંનેમાં ખરાબ રહ્યુ. તેણે રમેલી 4 મેચમાં 4 વિકેટ લીધી, ત્યારે તેણે આ મેચોમાં 3 વખત બેટિંગ કરવાની તક મળી, જેમાં તેણે 7 રન જ બનાવ્યા.

મુંબઇની ટીમમાં આ ખેલાડીઓને મળી તક
વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) માટે મુંબઇની ટીમમાં બેટિંગ વિભાગમાં ટીમમાં ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે, સીમિત ઓવરનો નિષ્ણાત સૂર્યકુમાર યાદવ, યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી, સરફરાઝ ખાન અને અખિલ હરવાદકરની સાથે અનુભવી વિકેટકીપર બેટ્સમેન આદિત્ય તારે પણ સામેલ છે. બોલિંગ આક્રમણની આગેવાની અનુભવી ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news