ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં મુશ્કેલીમાં મુકી શકે છે ભારતઃ સચિન
સચિને જણાવ્યું કે, જ્યારે તે પોતાના પ્રથમ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ ગયા હતા તો પિચ પરથી ફાસ્ટ બોલરને મદદ મળતી હતી જ્યારે 2009માં તેમના છેલ્લા પ્રવાસ પર અહીં રન બનાવવા સરળ થઈ ગયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યું કે, ન્યૂઝીલેન્ડની પિચોનો વ્યવહાર ખુબ બદલી ગયો છે અને બેટિંગ માટે અનુકૂળ આ પિચો પર ભારતની પાસે તે ક્ષમતા છે કે તે યજમાન ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. સચિને 1990થી 2009 સુધી રેકોર્ડ પાંચ વખત ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો છે.
તેમણે કહ્યું કે, તે જ્યારે પોતાના પ્રથમ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ ગયા હતા તો પિચથી ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળતી હતી જ્યારે 2009માં તેમણે અંતિમ પ્રવાસ પર અહીં રન બનાવવા ઘણા સરળ થઈ ગયા હતા. તેમણે એક ખાસ ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'ન્યૂઝીલેન્ડની પિચોમાં ફેરફાર થયો છે, જેથી હાલના વર્ષોમાં ટેસ્ટ મેચોમાં ઘણા રન બન્યા છે.'
ભારતીય ટીમ 24 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. સચિન તેંડુલકર તે ટીમના સભ્ય રહ્યાં છે જેણે 2002માં ઘાસવાળી પિચ પર એકદિવસીય અને ટેસ્ટ સિરીઝ રમી હતી અને પછી 2009માં ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતીય ટીમે ત્યારે 32 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી.
તેમણે કહ્યું, 'મને યાદ છે જ્યારે હું 2009માં ત્યાં રમ્યો હતો, હેમિલ્ટનની પિચનો વ્યવહાર બીજો પિચો કરતા અલગ હતો. બીજી પિચ (વેલિંગ્ટન અને નેપિયર) કડક હતી પરંતુ હેમિલ્ટન નહીં. તે નરમ હતી. સમય પસાર થવાની સાથે નેપિયરની પિચ કડક થઈ (ગંભીરે અહીં 2009માં 12 કલાકથી વધુ સમય બેટિંગ કરતા સદી ફટકારી મેચ બચાવી હતી) મને લાગ્યું કે, મારા પ્રથમ પ્રવાસના મુકાબલે (1990-2009) પિચો કડક થઈ ગઈ હતી.'
આ દિગ્ગજ બેટ્સમેને કહ્યું, 'આપણી પાસે ફાસ્ટ અને સ્પિન બોલરોનું શાનદાર આક્રમણ છે. મારૂ માનવું છે કે અમારી પાસે ન્યૂઝીલેન્ડમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.' સચિને પરંતુ કહ્યું કે, ટીમે વેલિંગ્ટનમાં હવાની અસરને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું, 'વેલિંગ્ટનમાં હું રમ્યો છું અને જો તમે હવાની સાથે કે તેનાથી વિરુદ્ધ દિશામાં બોલિંગ કરો છો તો તેનાથી ઘણો ફેર પડે છે. બેટ્સમેને તે વાતને લઈને સાવધાન રહેવું જોઈએ કે તે ક્યાં છેડે આક્રમણ કરવા ઈચ્છે છે, તે ખુબ મહત્વપૂર્ણ છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે