IPL 2022: સચિન તેંડુલકરે આ ગુજ્જુ ક્રિકેટરના કર્યા ખુબ વખાણ, ભારતનો સર્વશ્રેષ્ઠ ડેથ ઓવર બોલર ગણાવ્યો

સચિન તેંડુલકરે ધૂરંધર બોલર્સને છોડીને આ ગુજ્જુ બોલરના ખુબ વખાણ કર્યા છે અને કહ્યું કે ડેથ ઓવર્સમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

IPL 2022: સચિન તેંડુલકરે આ ગુજ્જુ ક્રિકેટરના કર્યા ખુબ વખાણ, ભારતનો સર્વશ્રેષ્ઠ ડેથ ઓવર બોલર ગણાવ્યો

Sachin Tendulkar Speaks about Harshal Patel: ભારતમાં ક્રિકેટ અન્ય કોઈ પણ રમત કરતા ખુબ અત્યંત લોકપ્રિય છે. એમાં પણ સચિન તેંડુલકર તો ક્રિકેટની દુનિયામાં ભગવાનની ઉપમા ધરાવે છે. બોલિંગની વાત કરીએ તો હાલ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ છવાયેલા છે. પરંતુ સચિન તેંડુલકરે આ ધૂરંધર બોલર્સને છોડીને આ ગુજ્જુ બોલરના ખુબ વખાણ કર્યા છે અને કહ્યું કે ડેથ ઓવર્સમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

સચિન તેંડુલકરે કહ્યું હર્ષલ પટેલના વખાણ કરતા કહ્યું કે હર્ષલ પટેલે પોતાની વિવિધતાઓને ખુબસુરત રીતે નિખારી છે. દિગ્ગજ ક્રિકેટરે હર્ષલના ડેથ ઓવર્સના પ્રદર્શનના ખુબ વખાણ કર્યા છે.  31 વર્ષનો રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ આઈપીએલની છેલ્લી કેટલીક સીઝનથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. હર્ષલ પટેલે આઈપીએલની 2021ની સીઝનમાં 15 મેચમાં 32 વિકેટ લઈને પર્પલ  કેપ મેળવી હતી. જેમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ માટે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/27 હતું. નવી સીઝન પહેલા તેને મેગા ઓક્શનમાં બેંગ્લુરુ ફ્રેન્ચાઈઝીએ 10.75 કરોડ રૂપિયામાં પાછો ખરીદ્યો અને તેણે 12 મેચમાં 18 વિકેટ લઈને પોતાની ટીમને જરાય નિરાશ પણ કરી નથી. 

આઈપીએલ કરિયરની વાત કરીએ તો હર્ષલે પોતાની આઈપીએલની કરિયરમાં 96 વિકેટ લીધી છે. આરસીસીની ટીમે 13 મેચમાં 14 અંક મેળવ્યા છે અને જો તે ગુજરાત ટાઈટન્સની ટીમ સામે છેલ્લી લીગ મેચમાં ભારે અંતરથી જીતે તો તેની પાસે અંતિમ ચાર ટીમમાં જગ્યા બનાવવાની તક છે. આવા સમયે ટીમને હર્ષલ પટેલ પર ભરોસો હોય તે સ્વાભાવિક છે. 

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટ માટે એક અનમોલ રત્ન સાબિત થઈ શકે છે. યુટ્યૂબ પર વાત  કરતા સચિન તેંડુલકરે હર્ષલ પટેલને ડેથ ઓવર્સમાં સૌથી શક્તિશાળી બોલર્સમાંથી એક ગણાવ્યો. સચિને કહ્યું કે 'હર્ષલ પટેલની બોલિંગમાં દરેક મેચ સાથે સુધારો થયો છે. કારણ કે તે પોતાની વિવિધતાને સુંદરતાથી છૂપાવવામાં સક્ષમ છે. મને લાગે છે કે જ્યારે ડેથ ઓવર્સમાં બોલિંગની વાત આવે તો તે દેશના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંથી એક છે.' અત્રે જણાવવાનું કે હર્ષલનો જન્મ 23 નવેમ્બર 1990ના રોજ અમદાવાદના સાણંદમાં થયો હતો. એટલે કે તે સાણંદનો વતની છે.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news