ગુજરાતમાં આ શું થવા બેઠું છે? છેલ્લાં 5 મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો

પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓનું નામ સોનુ ગોયલ અને સંજય વૈષ્ણવ છે. જે આરોપીઓ કરોડો રુપિયાનુ ડ્રગ્સ અગાઉ વિદેશ મોકલી ચુક્યા છે. રાજસ્થાનના પુષ્કરમાં રહેતા બંન્ને આરોપીઓ ડ્ર્ગ્સ હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? છેલ્લાં 5 મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો

મૌલિક ધામેચા/અમદાવાદ: ક્રાઇમ બ્રાંચે પકડેલ કરોડો રૂપિયાના કેટામાઇન ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી હેરાફેરી કરનાર મુખ્ય કેરિયર તરીકે કામ કરતો આરોપી સંજય વૈષ્ણને ક્રાઇમ બ્રાંચે પકડ્યો છે. પાંચ મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાનુ ડ્રગ્સ વિદેશ પાર્સલ થકી પહોંચ્યુ હોવાનું મોટો ખુલાસો થયો છે. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા બન્ને આરોપીની 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓનું નામ સોનુ ગોયલ અને સંજય વૈષ્ણવ છે. જે આરોપીઓ કરોડો રુપિયાનુ ડ્રગ્સ અગાઉ વિદેશ મોકલી ચુક્યા છે. રાજસ્થાનના પુષ્કરમાં રહેતા બંન્ને આરોપીઓ ડ્ર્ગ્સ હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે. બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડેલ ₹2.95 કરોડનુ કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થાને પાર્સલ થકી વિદેશ મોકલનાર સોનુ ગોયલની ધરપકડ કરવામાં આવી હતી. 

જે બાદ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે સોનુ ગોયલને ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા માટે સંજય વૈષ્ણવ પૈસા આપતો હતો. જેના બદલામાં એક પાર્સલ કરવાના ₹ 20 હજાર રૂપિયા આપતો હોવાનુ સામે આવ્યુ છે. ડ્રગ્સના પાર્સલમાં કોઇને શંકા ન જાય તે માટે કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલતા હતા. 

પકડાયેલ આરોપી સંજય વૈષ્ણવની પુછપરછ કરતા સામે આવ્યુ કે રાજસ્થાનનો એક અજાણ્યો શખ્સ ડ્રગ્સનો જથ્થો સંજયને USAમાં પાર્સલ કરવા આપતા હતા. જે એક પાર્સલના 30 હજાર રૂપિયા સંજય વૈષ્ણવને આપવામાં આવતા હતા. આરોપી સંજય ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા તેના મિત્ર સોનુંને આપતો હતો. જે સોનુ ગોયલ પાર્સલને ડ્રગ્સને યોગ્ય રીતે પેકિંગ કરીને રાજસ્થાનથી નવસારી અને નવસારીથી મુબઇ થકી USAમાં પહોચાડતો હતો. જેના 20 હજાર રૂપિયા સંજય સોનુને આપ્યો હતા.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપીઓ અત્યાર સુઘીમાં કરોડો રૂપિયાનુ ડ્રગ્સ પાંચ વખત પાર્સલ થકી USAમાં મોકલી ચુક્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ બન્ને આરોપીઓ પૈકી વર્ષ 2020માં રાજસ્થાનના પુષ્કર પોલીસે 260 કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ ઇન્જેક્શન કેસમાં આરોપી સંજય વૈષ્ણવની ધરપકડ કરવામાં આવી હતી. 

જેથી આરોપી સંજય પુષ્કરમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની આંશકા લઇ ક્રાઇમ બ્રાંચ દ્ધારા પુષ્કરમાં તપાસ અર્થે લઇ જવામાં આવશે.ત્યારે અત્યાર સુધી કેટલા પાર્સલ બંન્ને આરોપી મોકલ્યા છે જેને લઇને ડેટા મેળવીને વધુ તપાસ કરવામાં આવશે. નોધનીય છે કે કરોડો રુપિયાનુ ડ્રગ્સ ક્યાં માફિયા દ્ધારા વિદેશ મોકલવામાં આવતુ હતુ? જે ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ક્રાઇમ બ્રાંચના હાથે ક્યારે ઝડપાય છે તે જોવુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news