Babar Azam Century In t20I: બાબર આઝમે ફટકારી ટી20માં તોફાની સદી, પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (babar azam) એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બુધવારે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી દીધી. તેણે માત્ર 49 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી છે.

  Babar Azam Century In t20I: બાબર આઝમે ફટકારી ટી20માં તોફાની સદી, પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું

સેન્ચુરિયનઃ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (babar azam) એ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બુધવારે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી દીધી. તેણે માત્ર 49 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા અહમદ શહઝાદે સદી ફટકારવાનું કારનામુ કર્યુ હતું. 

બાબરે તોડ્યો શહજાદનો રેકોર્ડ
અહમદ શહઝાદે 2014માં બાંગ્લાદેશ વિરુદ્ધ 58 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચ ઢાકામાં રમાઈ હતી. આ રીતે બાબર પાકિસ્તાન માટે સૌથી ઝડપી ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે શહજાદથી ઓછા બોલ રમ્યા હતા. 

— Iram Queen👑 #BabarAzam (@cricketRetweetr) April 14, 2021

122 રન બનાવી થયો આઉટ
તેણે 59 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 122 રન ફટકાર્યા હતા. આ પાકિસ્તાન તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શહઝાદે તે મેચમાં અણનમ 111 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ જીતથી માત્ર થોડા રન દૂર હતી ત્યારે લિજાદ વિલિયમમ્સના બોલ પર તે આઉટ થયો હતો. તેની વિકેટ 18મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. 

ત્યારબાદ ફખર ઝમાને આવતા જ બે બોલમાં બે ચોગ્ગા ફટકારી પાકિસ્તાનને 9 વિકેટે વિજય અપાવ્યો હતો. તે આઠ રન બનાવી અણનમ રહ્યો, જ્યારે બીજા છેડે મોહમ્મદ રિઝવાને 47 બોલમાં અણનમ 73 રન ફટકાર્યા હતા. 

આ પહેલા સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ પર 203 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના માટે મલાને 40 બોલમાં 55 અને માર્કરમે 31 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે મોહમ્મદ નવાઝે બે વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news