Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગો

Rohit Sharma IND vs ENG Semifinals: રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે. 

Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગો

Rohit Sharma IND vs ENG Semifinals: ટી20 વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડની સામે ધુંઆધાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ કરનાર હિટ મેને ઇંગ્લેન્ડના બોલરોને પણ છોડ્યા નથી. જોકે રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે. 

ગુરુવારે રમાયેલી સેમી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનોથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચ દરમિયાન રોહિત શર્માનો અવાજ સ્ટંમ્પ માઇકમાં કેદ થયો હતો અને હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડના સ્પીનર લિયાન લિવિંગસ્ટોન પોતાની સ્પિન બોલિંગથી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પરેશાન કરી રહ્યો હતો. આ જોઈને ભારતીય ટીમના કેપ્ટન ધુંઆફુઆ થઈ ગયા. અને આ ગુસ્સામાં તેણે 11મી ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓન પર શાનદાર છગ્ગો ફટકાર્યો. 

 

“Upar daale to deta hu na”
Just Rohit things! 😅 pic.twitter.com/yCLcM6iDh3

 

જો કે આ સિક્સ મારતા પહેલા રોહિત શર્માએ સૂર્યકુમારને મજેદાર વાત કરી હતી જે સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થઈ ગઈ. રોહિત શર્મા બોલે છે કે, " ઉપર ડાલે તો દેતા હું ના... "એટલે કે જો લિવિંગસ્ટોન હવે બોલ ઉપર ફેકશે તો તે લાંબો શોટ મારશે. અને રોહિત શર્માએ જે કહ્યું તે જ કહ્યું લિવિંગસ્ટોને બોલ ફેંક્યો અને રોહિત શર્માએ તેને બાંઉડ્રીની બહાર ફટકાર્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news