ENG vs IND Test Team: ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, જુઓ કોને થયો સમાવેશ
ભારતીય ટીમ જૂનમાં ઇગ્લેંડ વિરૂદ્ધ 1 ટેસ્ટ મેચ રમશે. તેના માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ગત વર્ષે જ્યારે ભારતીય ટીમ ઇગ્લેંડના પ્રવાસે ગઇ હતી, ત્યારે 4 ટેસ્ટ જ રમાઇ હતી. તે સીરીઝની બાકી 1 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
Trending Photos
TEST Squad For England Tour: ભારતીય ટીમ જૂનમાં ઇગ્લેંડ વિરૂદ્ધ 1 ટેસ્ટ મેચ રમશે. તેના માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ગત વર્ષે જ્યારે ભારતીય ટીમ ઇગ્લેંડના પ્રવાસે ગઇ હતી, ત્યારે 4 ટેસ્ટ જ રમાઇ હતી. તે સીરીઝની બાકી 1 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ કેએલ રાહુલ ઉપ કેપ્ટન હશે. જ્યારે વિકેટ કિપર તરીકે ઋષભ પંત ઉપરાંઅ કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ટોપ ઓર્ડરમાં કેએલ રાહુલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીને સ્થાન મળ્યું છે. તો બીજી તરફ મિડલ ઓર્ડરમાં ઐય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, (વિકેટકીપર) હશે. રિઝવ વિકેટકીપર તરીકે કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન હશે. જ્યારે શાર્દુલ ઠાકુર, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમંદ સિરાઝ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલીંગની જવાબદારી સંભાળશે.
ફાસ્ટ બોલર ઉમેશ યાદને આઇપીએલમાં સારી બોલીંગનું ઇનામ મળ્યું છે. ઇગ્લેંડ વિરૂદ્ધ આ સીરીઝ માટે ભારતીય ટીમમાં યાદવને જગ્યા મળી છે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાની પણ વાપસી થઇ છે. ચેતેશ્વર પુજારા કાઉન્ટી ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન સ્પિન બોલીંગની જવાબદારી સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇગ્લેંડ પ્રવાસ પર ભારતીય ટીમ સ્ટેટ મેચ ઉપરાંત ટી20 સીરીઝ પણ રમશે. આ ઉપરાંત ટીમ ઇન્ડીયા આયરલેંડ વિરૂદ્ધ પણ ટી20 મેચ રમશે.
આ પ્રમાણે છે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમંદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમંદ સિરાઝ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે