હોપમેન કપઃ પ્રથમવાર ફેડરર-સેરેના વચ્ચે યોજાઇ મેચ, રેકોર્ડ 14 હજાર દર્શકો પહોંચ્યા

સ્વિસ સ્ટાર રોજર ફેડરરે હોપમેન કપની મિક્સ્ડ ઇવેન્ટમાં અમેરિકી દિગ્ગજ સેરેના વિલિયમ્સને હરાવી. 

 હોપમેન કપઃ પ્રથમવાર ફેડરર-સેરેના વચ્ચે યોજાઇ મેચ, રેકોર્ડ 14 હજાર દર્શકો પહોંચ્યા

પર્થઃ ટેનિસની દુનિયાના બે મોટા સ્ટાર રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ મંગળવારે પ્રથમવાર એકબીજા સામે ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા હોપમેન કપ ટૂર્નામેન્ટની મિક્સ્ડ ડબલ્સના મુકાબલામાં રોજર ફેડરર અને બેલિંડા બેનસિસની જોડી વિજેતા રહી હતી. સ્વિટ્ઝર્લેન્ડના ફેડરર-બેલિંડાની જોડીએ અમેરિકાના ફ્રાન્સેસ ટિફોઈ-સેરેનાની જોડીને સીધા સેટમાં 4-2, 4-3થી પરાજય આપ્યો હતો. 

આ મેચ જોવા માટે 14 હજારથી વધુ દર્શકો પહોંચ્યા હતા. આ ટૂર્નામેન્ટનો નવો રેકોર્ડ છે. આ પહેલા સિંગલ્સમાં સેરેના અને ફેડરર બંન્નેએ પોત-પોતાની મેચ જીતી હતી. મિક્સ્ડ ડબલ્સનો મેચ જીતીને સ્વિટ્ઝર્લેન્ડે મેચ 2-1થી જીતી હતી. 

હું સેરેનાને સર્વિસ કરતા સમયે નર્વસ હતોઃ ફેડરર
મેચ બાદ ફેડરર કહ્યું કે, હવે મને સમજાઈ ગયું કે, બધા સેરેનાની સર્વિસ વિશે વાત કરે છે. તમે તેની સર્વિસને સમજી શકતા નથી. હું સેરેના વિરુદ્ધ સર્વિસ કરવા સમયે નર્વસ હતો, કારણ કે, તે સારી રીતે રિટર્ન કરતી હતી. તો સેરેનાએ કહ્યું કે, હું પણ ફેડરરની સર્વિસને ન સમજી શકી. તે એક શાનદાર ખેલાડી છે. આજે મને ખ્યાલ આવ્યો કે, તે એક સારા માણસ પણ છે. અહીં રમાયેલી મેચ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. 

Roger Federer Serena

 આ જોડી અત્યાર સુધી જીતી ચુકી છે 43 ગ્રાન્ડસ્લેમ
સેરેના 23 જ્યારે ફેડરર 20 વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું છે. બંન્ને પાસે સંયુક્ત રીતે 43 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. બંન્ને ખેલાડી સંયુક્ત રૂપે 629 સપ્તાહ સુધી વિશ્વના નંબર-1 ખેલાડી રહી ચુક્યા છે. સેનેરા 319 અને ફેડરર 310 સપ્તાહ સુધી રેન્કિંગમાં નંબર-1 રહ્યો છે. બંન્ને ખેલાડીઓ 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news