Roger Binny BCCI New President: BCCI ને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગુલીની વિદાય
BCCI ના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીની હવે વિદાય થઈ ગઈ છે. આજે થયેલી AGM માં આ નિર્ણય લેવાયો. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનો કાર્યકાળ વધે તેવું પણ લાગતું હતું પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણો બદલાઈ ગયા. જાણો કોણ છે નવા અધ્યક્ષ...
Trending Photos
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની વિદાય થઈ ગઈ છે. હવે તેમની જગ્યાએ રોજર બિન્ની નવા અધ્યક્ષ બન્યા છે. રોજર બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહ્યા હતા. મંગળવારે બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં આ નિર્ણય લેવાયો.
રોજર બિન્ની બીસીસીઆઈના 36માં અધ્યક્ષ બન્યા છે. આ અગાઉ સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. થોડા સમય પહેલા ગાંગુલીનો કાર્યકાળ વધારવાની આશા વ્યક્ત થઈ રહી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણો બદલાઈ ગઆ અને ગાંગુલીની વિદાય થઈ ગઈ.
Former India cricketer Roger Binny appointed as the next BCCI President taking over from Sourav Ganguly.
(File Pic) pic.twitter.com/Tndldfc2el
— ANI (@ANI) October 18, 2022
અત્રે જણાવવાનું કે 67 વર્ષના રોજર બિન્ની બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા. તેમના સિવાય કોઈએ પણ ઉમેદવારી નોંધાવી નહતી. આવામાં રોજર બિન્ની નિર્વિરોધપણે બીસીસીઆઈના નવા અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા. પદાધિકારીઓની આ ચૂંટણી ફક્ત એક ઔપચારિકતા હતી. કારણ કે તેમનું નિર્વિરોધ ચૂંટાઈ આવવું નક્કી હતું.
રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. પરંતુ હવે બીસીસીઆઈ અધ્યક્ષ બનતા જ તેઓ આ પદ છોડશે. બિન્ની પોતાના જમાનાના મિડિયમ પેસર રહ્યા હતા. તેમણે 1983 વર્લ્ડ કપમાં 8 મેચ રમી હતી. તેમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી.
રોજર બિન્નીની કરિયર
રોજર બિન્નીએ પોતાના ઘરેલુ ક્રિકેટ કરિયરમાં ગોવા અને કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે 27 ટેસ્ટ અને 72 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી. તેમના નામે ટેસ્ટમાં કુલ 47 અને વનડે ફોર્મેટમાં કુલ 77 વિકેટ નોંધાયેલી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં રોજરે કુલ 205 વિકેટ લીધી. તેમણે ટેસ્ટમાં પાંચ અડધી સદી સાથે 830 રન કર્યા. જ્યારે વનડેમાં એક અડધી સદીના દમ પર કુલ 629 રન કર્યા. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં રોજરે 14 સદી અને 33 અડધી સદી ફટકારતા કુલ 6579 રન બનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે