Reality Check: ટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનો પર્ફોમન્સ બેસ્ટ

વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ દમદાર બોલિંગની વાત થાય છે કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનનું નામ આવે છે. ભારત (Indian Team) પહેલાં ઇગ્લેંડનો પણ ઉલ્લેખ થાય છે. પરંતુ આ વત જૂના જમાનાની છે. જો તમે આજમાં વિશ્વાસ ધરાવો છો તો એ પણ જાણી લો કે હાલ સૌથી ખતરનાક બોલિંગ લાઇનઅપ ભારત પાસે છે.

Reality Check: ટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનો પર્ફોમન્સ બેસ્ટ

નવી દિલ્હી: વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ દમદાર બોલિંગની વાત થાય છે કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનનું નામ આવે છે. ભારત (Indian Team) પહેલાં ઇગ્લેંડનો પણ ઉલ્લેખ થાય છે. પરંતુ આ વત જૂના જમાનાની છે. જો તમે આજમાં વિશ્વાસ ધરાવો છો તો એ પણ જાણી લો કે હાલ સૌથી ખતરનાક બોલિંગ લાઇનઅપ ભારત પાસે છે. અને દુનિયાના સૌથી સારા બોલર પણ ભારતના જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની છે. ટીમ ઇન્ડીયા (Team India) હારી જાય છે ત્યારે લોકો ટીમને 'ઘર કે શેર' કહીને મેણાટોણા મારે છે. જ્યારે હકિકત એ છે કે 2016થી અત્યાર સુધીના આંકડા એ વાતનો પુરાવો છે કે જ્યારે વાત વિદેશમાં સારા પ્રદર્શનની હોય તો ભારતીય બોલર બેસ્ટ છે.   

ટેસ્ટ ક્રિકેટના 2016થી અત્યાર સુધીના બોલરોના આંકડા તપાસ કરીએ તો જાણવા મળ્યું કે વિદેશમાં સૌથી સારું પ્રદર્શન ભારતીય બોલરોએ કર્યું છે. જ્યારે ઘરમાં બેસ્ટ બોલિંગની વાત આવે તો દક્ષિણ આફ્રીકી ટીમ, ભારતથી આગળ નિકળી જાય છે. ભારત આ મામલે બીજા નંબરે છે. જોકે, દેશ-વિદેશ બંનેના આંકડા ઉમેરવામાં આવે તો દક્ષિણ આફ્રીકાની ટીમ ભારત કરતાં થોડી સારી સ્થિતિમાં જોવા મળે છે. ક્રિકેટ સાથે સંકળાયેલી વેબસાઇટ 'ક્રિકઇંફો'એ આ આંકડાઓના આધારે સ્ટોરી કરી છે. જોકે મુખ્ય મુકાબલો ભારતીય અને દક્ષિણ આફ્રીકાના બોલરોમાં છે, એટલા માએ આ સ્ટોરીમાં તે બંને દેશોના બોલરોની તુલના કરવામાં આવી છે. 

આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ભારત પહેલાં અને દક્ષિણ આફ્રીકા બીજા નંબર પર છે. આ પ્રકારે ટેસ્ટ બોલિંગમાં દક્ષિણ આફ્રીકાના બોલર કૈગિસો રબાડા (Kagiso Rabada) પ્રથમ નંબરે છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિંસ બીજા, ઇગ્લેંડના જેમ્સ એંડરસન ત્રીજા અને દક્ષિણ આફ્રીકાના વેર્નોન ફિલેંડર ચોથા નંબર પર છે. ભારતીય બોલરની વાત કરીએ તો રવિંદ્વ જાડેજા પાંચમા, રવિચંદ્વન અશ્વિન 10મા, જસપ્રીત બુમરાહ 16મા, મોહમંદ શમી 23મા, ઇશાંત શર્મા 28મા, ઉમેશ યાદવ 32મા અને કુલદીપ યાદવ 42મા નંબર પર છે. 

સ્પષ્ટ છે કે તાજેતરની રેકિંગ તે ત્રીજી તસવીર રજૂ કરતી નથી, જે 2016થી અત્યાર સુધીના બધા આંકડા એકઠા કરતાં બને છે. તસવીરનો બીજું પાસું એ છે કે 2016થી અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે રવિચંદ્વન અશ્વિન અને કૈગિસો રબાડા સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. આ બંનેએ આ દરમિયાન 33-33 મેચોમાં 166-166 વિકેટ લીધી છે. નાથન લોયન 161 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. રવિંદ્વ જાડેજા 25 મેચોમાં 124 વિકેટ લઇને સાતમા નંબર છે. જોકે જ્યારે પણ બોલરોના પ્રદર્શનની વાત આવે છે કે તો વિકેટો સાથે બોલરોની સરેરાશ પણ મહત્વપૂર્ણ હોય છે. એટલા માટે સર્વશ્રેષ્ઠ બોલર નક્કી કરવા માટે હંમેશા સરેરાશને માપદંડ ગણવામાં આવે છે. આ સ્ટોરીમાં પણ એવું જ છે.

 બોલરોના પ્રદર્શનને લઇને દેશ અને વિદેશના માપદંડો પર ભાગલા પાડીએ તો તસવીર બિલકુલ બદલાઇ જાય છે. ગત બે વર્ષમાં ઘરેલૂ વિકેટમાં સારા પ્રદર્શનના મામલે દક્ષિણ આફ્રીકાના ડુઆન ઓલિવર  (Duanne Olivier) નંબર પર છે. તેમણે ફક્ત 16.26ની સરેરાશથી 34 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રીકાના જ વેર્નોન ફિલેંડર (17.50 સરેરાશ, 58 વિકેટ) બીજા નંબર પર છે. કૈગિસો રબાડા ત્રીજા, ડેલ સ્ટેન ચોથા, રવિંદ્વ જાડેજા પાંચમા, અશ્વિન છઠ્ઠા અને મોહમંદ શમી સાતમા અને ઉમેશ યાદવ આઠમા નંબર પર છે.
Bumrah Tally

હવે વાત વિદેશમાં પ્રદર્શન કરીએ તો આ મામલે ભારતના જસપ્રીત બુમરાહ નંબર-1 પર છે. તેમણે વિદેશમાં ડેબ્યૂ કર્યું અને અત્યાર સુધી ટેસ્ટ મેચ વિદેશ જ રમાઇ છે. જસપ્રીત બુમરાહને વિદેશમાં રમવું એટલું પસંદ આવ્યું કે તે ટોચ પર પહોંચી ગયા (જુઓ ટેબલ) તેમણે આ 10 ટેસ્ટમાં 21.9ની સરેરાશથી 49 વિકેટ લીધી છે. ઇશાંત શર્મા બીજા, મોહંમદ શમી ત્રીજા, કેશવ મહારાજ ચોથા અને રવિચંદ્વન અશ્વિન પંચમા નંબર પર છે. કેહિસો રબાડા છઠ્ઠા, રવિંદ્વ જાડેજા સાતમા અને વેર્નોન ફિલેંડર આઠમા નંબર પર છે. 

બોલરોના પ્રદર્શનની અસર ટીમના રીઝલ્ટ પર સ્પષ્ટ દેખાઇ છે. એક જાન્યુઆરી 2016થી અત્યારે રમાયેલી ટેસ્ટ મેચમાં સૌથી સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેણે આ દરમિયાન સૌથી વધુ 23 ટેસ્ટ મેચ જીત્યા. દક્ષિણ આફ્રીકા અને ઇગ્લેંડે આ દરમિયાન 20-20 મેચ જીત્યા. ઓસ્ટ્રેલિયા 16 જીત સાથે ચોથા નંબર પર છે. શ્રીલંકાના 13, ન્યૂઝિલેંડે 12 પાકિસ્તાને 10 ટેસ્ટ મેચ જીત્યા છે. વેસ્ટઇન્ડિઝે આ દરમિયાન નવ, બાંગ્લાદેશ છ અને ઝિમ્બાબ્વેએ એક ટેસ્ટ મેચ જીત્યો. અફધાનિસ્તાન અને આયરલેંડે આ દરમિયાન ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. જોકે તેમણે પહેલી જીતની રાહ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news