જાડેજાએ માંજરેકરને આપ્યો જવાબ- તમારાથી ડબલ મેચ રમી છે, લોકોનું સન્માન કરતા શીખો

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેને તે ખેલાડી પસંદ નથી જે કટકે-કટકે પ્રદર્શન કરે છે, જેમ કે આજકાલ જાડેજા વનડેમાં કરી રહ્યો છે. તે ટેસ્ટ મેચોમાં પૂર્ણ રીતે બોલર છે. 
 

જાડેજાએ માંજરેકરને આપ્યો જવાબ- તમારાથી ડબલ મેચ રમી છે, લોકોનું સન્માન કરતા શીખો

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું કે, તેણે લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે આ પહેલા જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કે, તે આ સમયે એવા ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11મા જોવા માગતા નથી જે કટકે-કટકે પ્રદર્શન કરતા હોય. 

જાડેજાએ તેના પર માંજરેકરને ટેગ કરતા ટ્વીટ કર્યું, 'તમે જેટલી મેચ રમી છે, તેનાથી બેગણી મેં રમી છે અને હજુ રમી રહ્યો છું. લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ જેણે કંઇક હાસિલ કર્યું છે. તમારી આ બુરાઈ વિશે ઘણું સાંભળ્યું છે.'

Ravindra Jadeja

માંજરેકરે આ પહેલા કહ્યું હતું, મને તે ખેલાડી પસંદ આવતા નથી જે કટકામાં પ્રદર્શન કરતા હોય, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યો છે. તો ટેસ્ટ મેચોમાં તે પૂર્ણ રીતે બોલર છે. હું 50 ઓવર ક્રિકેટ માટે પ્લેઇંગ-11મા બેટ્સમેન કે અથવા કોઈ સ્પિનરને સામેલ કરવા ઈચ્છીશ. 

જાડેજાને અત્યાર સુધી વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકી નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વિશ્વકપની હાલની એડિશનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને મંગળવારે હરાવીને સેમિફાઇનલમાં તેની જગ્યા પાક્કી કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news