ખુબ જ રસપ્રદ છે જાડેજા-રીવાબાની લવસ્ટોરી, બહેનની સખીના જ પ્રેમમાં પડી ગયા હતા!

વિવાદ વચ્ચે હવે રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાની લવસ્ટોરી વિશે પણ જાણવા જેવું છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા હંમેશા એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. બંનેની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે. 

ખુબ જ રસપ્રદ છે જાડેજા-રીવાબાની લવસ્ટોરી, બહેનની સખીના જ પ્રેમમાં પડી ગયા હતા!

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પિતાએ કરેલા આક્ષેપો પર રવિન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ખુલીને જવાબ આપ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ શેર કરીને પોતાની વાત રજૂ કરી. અત્રે જણાવવાનું કે જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો હિસ્સો છે. પહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ બીજી મેચમાં બહાર હતો. બાકીની ત્રણ મેચની સ્ક્વોડમાં તે સામેલ થાય તેવી શક્યતા છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાની લવસ્ટોરી પણ એકદમ રસપ્રદ છે. એવું કહેવાય છે કે બહેન દ્વારા જ જાડેજા રીવાબાને મળ્યો હતો. 

શું કહ્યું હતું જાડેજાએ
હાલ જે વિવાદ ઊભો થયો તેમાં રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુમાં કહેવાયેલી વાતોને નજરઅંદાજ કરીએ. જાડેજાએ પોસ્ટમાં લખ્યું છે કે "વાહિયાત ઈન્ટરવ્યુમાં જણાવાયેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયત્નો કરવામાં આવેલ છે તે ખરેખર નીંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ ક હેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ન કહું ત્યાં સુધી જ સારું છે. આભાર." આ વિવાદ વચ્ચે હવે રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાની લવસ્ટોરી વિશે પણ જાણવા જેવું છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા હંમેશા એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. બંનેની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે. 

પહેલી મુલાકાત
મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિન્દ્ર જાડેજાની રીવાબા સાથે પહેલી મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. આ મુલાકાત જાડેજાની બહેન નયનાબા જાડેજાના કારણે શક્ય બની હતી કારણ કે તેઓ રીવાબાના સારા મિત્ર હતા. 

જાડેજા અને રીવાબા પહેલી મુલાકાત બાદ ગાઢ મિત્રો બની ગયા. આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં ફેરવાતી ગઈ અને બંને એકબીજાને ડેટ  કરવા લાગ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ જાડેજા અને રીવાબાએ ફેબ્રુઆરી 2016માં સગાઈ કરી લીધી. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. સગાઈના થોડા દિવસ બાદ જાડેજાએ એપ્રિલ 2016માં રાજકોટના સીઝન્સ હોટલમાં રીવાબા સાથે સાત ફેરા લીધા હતા. 

ભેટમાં આપી હતી ઔડી કાર
રીવાબાના પિતાએ પોતાના જમાઈને ભેટમાં ઓડી કાર આપી હતી. જેમાં બેસીને રીવાબા પોતાના સાસરે ગયા હતા. રીવાબાએ રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી જામનગર ઉત્તરથી ધારાસભ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news