આઈપીએલ માત્ર 10 ટીમો વચ્ચે નહીં... આ ત્રણ ખેલાડીઓમાં થશે ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જંગઃ શાસ્ત્રી

Ravi Shastri on team India captaincy: ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને સુરેશ રૈના આ આકર્ષક લીગ માટે સ્ટાર સ્પોર્ટ્સની એલીટ કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. શાસ્ત્રી સાત વર્ષ બાદ કોમેન્ટ્રીમાં વાપસી કરી રહ્યા છે, પરંતુ તે પ્રથમવાર હિન્દીમાં આ કામ કરશે. 

આઈપીએલ માત્ર 10 ટીમો વચ્ચે નહીં... આ ત્રણ ખેલાડીઓમાં થશે ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જંગઃ શાસ્ત્રી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કહ્યુ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ભારતીય ટીમ માટે ભવિષ્ય માટે મજબૂત કેપ્ટનની જાણકારી મેળવવાનો એક અવસર છે. આગામી ટૂર્નામેન્ટ રિષભ પંતથી લઈને લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ભારતીય કેપ્ટનોની પ્રતિભાની આકરણી કરવાની તક હશે. 

પરંતુ શાસ્ત્રીએ ભારતના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યુ કે તે શાનદાર કામ કરી રહ્યો છે. શાસ્ત્રીએ આઈપીએલના પ્રસારક સ્ટાર સ્પોર્ટસના સંવાદદાતા સંમેલનમાં કહ્યું- વિરાટ હવે કેપ્ટન નથી, પરંતુ રોહિત પણ વિશેષ રૂપથી સફેદ બોલમાં ઉત્કૃષ્ટ રહ્યો છે. ભારત તે જોશે કે ભવિષ્યમાં ટીમની કમાન કોણ સંભાળશે. આ દોડમાં હાલ શ્રેયસ અય્યર, રિષભ પંત, કેએલ રાહુલ છે. ભારતીય ટીમના ભવિષ્ય માટે એક મજબૂત કેપ્ટનની શોધ હશે અને અહીં તક છે. 

હાર્દિક પંડ્યા પર પણ નજર
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની બોલિંગમાં વાપસી પર મૌન રાધ્યુ છે, પરંતુ શાસ્ત્રીનું માનવુ છે કે દેશ આગામી આઈપીએલમાં તેના દરેક પગલા પર નજર રાખશે. પંડ્યા આઈપીએલ 2022માં પ્રથમવાર ભાગ લઈ રહેલી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળવા માટે તૈયાર છે. પીઠના નિચલા ભાગમાં ઈજાને કારણે આ સ્ટાર ભારતીય ઓલરાઉન્ડરને પાછલા વર્ષે સંયુક્ત અરબ અમીરાતમાં આઈસીસી ટી-20 વિશ્વકપ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. 

ફાસ્ટ બોલર પર આપવામાં આવશે ધ્યાન
શાસ્ત્રીએ તે પણ કહ્યુ કે, આગામી આઈપીએલમાં ફાસ્ટ બોલિંગ પર વધુ ધ્યાન આપી શકાય છે, કારણ કે આગામી ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલ અને ઉછાળવાળી પિચો પર રમવાનો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે શરૂ થઈ જશે. શાસ્ત્રીએ કહ્યુ- મને લાગે છે કે ભારતીય ટીમની નજર કોઈ અન્ય વસ્તુની તુલનામાં ફાસ્ટ બોલિંગ વિભાગ પર વધુ હશે કારણ કે તે આઈપીએલના ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news