ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળતા માટે શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને નિષ્ફળતા અંગે સવાલ કરશે. 
 

ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળતા માટે શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI

લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં શર્મજનક પરાજય બાદ ત્રીજા ટેસ્ટમાં પ્રદર્શનના આધાર પર કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈના સવાલોનો સામનો કરવો પડી શકે છે. 

ચોથા અને પાંચમાં ટેસ્ટ માટે ટીમની પસંદગી ત્રીજી ટેસ્ટ બાદ કરાશે જે શનિવારથી નોટિંઘમમાં શરૂ થશે. તેના પરિણામ બાદ જ બોર્ડ ભાવી કાર્યવાહી વિશે નિર્ણય લેશે. 

બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, ભારતીય ટીમ તે ફરિયાદ ન કરી શકે કે તેને તૈયારી માટે પુરતો સમય ન મળ્યો. દક્ષિણ આફ્રિકા બાદ ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમ અને પ્રેક્ટિસ મેચના અભાવની ફરિયાદ કરી હતી. ત્યારબાદ અમે નિર્ણય કર્યો કે, નિર્ધારીત ઓવરની શ્રેણી ટેસ્ટ પહેલા રમવામાં આવશે. 

અધિકારીએ કહ્યું, સીનિયર ટીમના કહેવા પર જ અમે ભારત એ ટીમને તે સમયે પ્રવાસે મોકલી. બે સીનિયર ખેલાડી રહાણે અને મુરલી વિજય પણ તે પ્રવાસમાં સાથે ગયા. જે તેણે માંગ્યું અમે બધું કર્યું. હવે પરિણામ ન આવે તો બોર્ડને પ્રશ્ન કરવાનો પૂરો હક છે. 

ભારતના શ્રેણી હારવા પર શાસ્ત્રી અને કોહલીના અધિકારો પર કામ મુકાઇ શકે છે. અધિકારીએ કહ્યું, શાસ્ત્રી અને હાલના સહયોગી સ્ટાફ ઓસ્ટ્રેલિયામાં (2014-15 માં 0-2), દક્ષિણ આફ્રિકા (2017-18 માં 1-2) શ્રેણી હાર્યું અને હવે અમે ખરાબ સ્થિતિમાં છીએ. 

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, બેટિંગ કોચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધરના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news