એશિયાડમાં ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની આ તસ્વીરે જીત્યું લોકોનું દિલ
ભારતના ખેલ મંત્રી અને ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ આ સમયે ખેલાડીઓની સાથે તેમને જુસ્સો વધારવા ઈન્ડોનેશિયામાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ દેશ માટે અત્યાર સુધી 7 ગોલ્ડ જીત્યા છે. આ સમયે મેડલ ટેલીમાં ભારત 9મા નંબરે છે. હજુ બેડમિન્ટન સહિત કેટલિક ગેમ્સમાં ભારતને ગોલ્ડની આશા છે. ઘણી રમતમાં તો ભારતે તમામને ચોંકાવતા પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. તેવામાં ભારતીય દળની પ્રશંસા થવી સ્વાભાવિક છે. ભારતના ખેલ મંત્રી અને ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ આ સમયે ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે ઈન્ડોનેશિયામાં છે.
ખેલ પ્રધાન પોતે નિશાનબાજીમાં મહત્વના ખેલાડી રહી ચુક્યા છે. પરંતુ તેમની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ તસ્વીર પર તેમની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ તસ્વીરમાં ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ હાથમાં ટ્રે લઈને ઉભા છે. જેમાં જમવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ખેલાડી અને કોચ જમી રહ્યાં હતા ત્યારે તેમણે પોતાના હાથથી ખેલાડીઓને ઈન્ડોનેશિયામાં ભોજન પિરસ્યું હતું.
This amazing pic
This is #NewIndia
Minister serving players 🇮🇳 pic.twitter.com/YUSpELXgQ2
— Kapil Mishra (@KapilMishra_IND) August 27, 2018
આ ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્વીટર પર એક યૂઝરે આ માટે તેમનો આભાર માન્યો છે. એક યૂઝર લખે છે... એક sportspersonને ખ્યાલ છે કે બીજા sportsperson નું સન્માન કેમ કરાઇ છે. કોઇ તેને દિલ જીતનારી તસ્વીર ગણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ એથેંસ ઓલંમ્પિકમાં દેશ માટે સિલ્વર મેડલ જીતી ચુક્યા છે. તે સમયે તેઓ ઓલંમ્પિકમાં આ સિદ્ધિ મેળવનાર દેશના પ્રથમ ખેલાડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે