રહાણે, પૂજારા અને પંડ્યાના બૂરે દિન: BCCI કોન્ટ્રાક્ટમાં રહાણે અને પૂજારા ગ્રેડ Aમાંથી Bમાં આવ્યા, પંડ્યા ગ્રેડ સીમાં ફેંકાયો

ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે. નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં અનેક દિગ્ગજ ખેલાડીઓને નુકસાન થયું છે. બીસીસીઆઈના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ગ્રેડ A+માં છે.

રહાણે, પૂજારા અને પંડ્યાના બૂરે દિન: BCCI કોન્ટ્રાક્ટમાં રહાણે અને પૂજારા ગ્રેડ Aમાંથી Bમાં આવ્યા, પંડ્યા ગ્રેડ સીમાં ફેંકાયો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે. નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં અનેક દિગ્ગજ ખેલાડીઓને નુકસાન થયું છે. બીસીસીઆઈના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ગ્રેડ A+માં છે.

પૂજારા-રહાણેને મોટો ફટકો:
ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ડિમોશન સહન કરવું પડ્યું છે. તેની સાથે-સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ મોટો ઝટકો લાગ્યો છે. પહેલાં આ ત્રણેય ખેલાડીઓને ગ્રેડ Aનો કોન્ટ્રાક્ટ મળતો હતો. પરંતુ હવે રહાણે અને પૂજારા B ગ્રેડમાં આવી ગયા છે. તો હાર્દિક પંડ્યા A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં પહોંચી ગયો છે. વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાને ગ્રેડ Bમાંથી ડિમોટ કરી ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે.

BCCI કોન્ટ્રાક્ટની ચાર કેટેગરી:
હાલના સમયમાં BCCI કોન્ટ્રાક્ટની ચાર કેટેગરી છે. સૌથી ઉંચી કેટેગરી A+ છે. તેમાં સામેલ ખેલાડીઓને 7-7 કરોડ રૂપિયા મળે છે. A કેટેગરીના ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળી આવે છે. ગ્રેડ Bમાં 3 કરોડ અને ગ્રેડ Cમાં 1 કરોડ રૂપિયા મળે છે. ખેલાડીઓને ફોર્મ અને ટીમ ઈન્ડિયાને તેમની જરૂરિયાત પ્રમાણે ગ્રેડમા મૂકવામાં આવે છે.

લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ છે પૂજારા-રહાણે:
 ચેતેશ્વર પૂજારાએ વર્ષ 2021થી અત્યાર સુધી 16 ટેસ્ટ મેચમાં માત્ર 810 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની એવરેજ 27.93ની રહી છે. જેમાં એકપણ સદી નથી. રહાણેની પણ આવી જ સ્થિતિ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 15 ટેસ્ટ મેચમાં 20.25ની એવરેજથી 547 રન બનાવ્યા છે. તેના નામે પણ કોઈ સદી નથી.

ફિટનેસ અને ફોર્મથી ઝઝૂમી રહ્યો છે હાર્દિક પંડ્યા:
એકસમયનો ભારતનો બેસ્ટ ફિનિશિર તરીકે જાણીતો ગુજરાતી બોય હાર્દિક પંડ્યા પીઠમાંથી ઈજાની સમસ્યામાંથી બહાર આવ્યા પછી બોલિંગ કરી શકતો નથી. ટીમ ઈન્ડિયામાં તે ઓલરાઉન્ડર તરીકે રમતો હતો. પરંતુ માત્ર બેટ્સમેન તરીકે તેને જગ્યા મળી શકે તેમ નથી. પંડ્યાએ કહ્યું છે કે તે આઈપીએલની આગામી સિઝનમાં બોલિંગ કરવાનો પ્રયાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news