Tokyo Olympics: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે

Tokyo Olympics: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે શરૂઆતથી જ આ મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને દેશ માટે મેડલ જીત્યો. તેની સફળતા માટે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોએ સિંધુને અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, 'પીવી સિંધુ બે ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેમણે સાતત્ય, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને હાર્દિક અભિનંદન.

— President of India (@rashtrapatibhvn) August 1, 2021

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે બધા ઉત્સાહિત છીએ. ટોક્યો 2020 માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તે ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયનોમાંથી એક છે.

— Narendra Modi (@narendramodi) August 1, 2021

ગૃહમંત્રી અમિત શાહએ પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, 'પીવી સિંધુ ખૂબ સારી રીતે રમી. તમે રમત માટે તમારી અપ્રતિમ પ્રતિબદ્ધતા અને સમર્પણને વારંવાર સાબિત કર્યું છે. આ રીતે તમે દેશનું નામ રોશન કરતા રહો. અમને તમારી નોંધપાત્ર સિદ્ધિ પર ગર્વ છે.

Time and again you have proved your unparalleled commitment and devotion towards the game. May you continue to bring glory to the nation.

We are proud of your remarkable accomplishment. pic.twitter.com/uiGNLwwMVO

— Amit Shah (@AmitShah) August 1, 2021

રમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, 'ધમાકેદર જીત પીવી સિંધુ. તમે રમત પર પ્રભુત્વ મેળવ્યું અને ઇતિહાસ રચ્યો. બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા. ભારતને તમારા પર ખૂબ જ ગર્વ છે અને તમારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તમે કરી બતાવ્યું.'

You dominated the game & made history #Tokyo2020 !

An Olympic medalist twice over! 🥉

India 🇮🇳 is so proud of you & awaits your return!

— Anurag Thakur (@ianuragthakur) August 1, 2021

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, "પીવી સિંધુને ભારત માટે બીજો મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન."

— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2021

કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, 'ભારતે ટોક્યો 2020 માં ત્રીજો ઓલિમ્પિક મેડલ જીત્યો. પીવી સિંધુ તમારા પર બ્રોન્ઝ, બીજો ઓલિમ્પિક મેડલ જીતવા અને ભારતને ગૌરવ અપાવવા પર ખૂબ ગર્વ છે.

— Kiren Rijiju (@KirenRijiju) August 1, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news