દોહામાં પીટી ઉષાનું IAAF વેટરન પિનથી સન્માન કરાયું

ઉષાનું યાદગાર પ્રદર્શન 1984મા લોસ એન્જિલ્સ ઓલિમ્પિકમાં રહ્યું, જેમાં તે 400 મીટર વિઘ્ન દોડની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 
 

દોહામાં પીટી ઉષાનું IAAF વેટરન પિનથી સન્માન કરાયું

દોહાઃ ભારતની મહાન ટ્રેક એન્ડ ફીલ્ડ એથલીટ પીટી ઉષાનું રમતમાં યોગદાન જોતા બુધવારે વિશ્વ એથલેટિક્સ સંચાલન સંસ્થા દ્વારા 'વેટરન પિન'થી સન્માન કરવામાં આવ્યું હતું. આઈએએએફ પ્રમુખ સેબેસ્ટિયને અહીં 52મા આઈએએએફ કોંગ્રેસ દરમિયાન વેટરન પિન આપી હતી. એશિયાથી ત્રણ ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાંથી એક ઉષા છે. 

ઉષાએ ટ્વીટ કર્યું, 'દોહામાં 52મી આઈએએએફ કોન્ફરન્સમાં વેટરન પિનથી સન્માન કરવા માટે હું આઈએએએફ અને અધ્યક્ષ સેબેસ્ટિનનો આભાર વ્યક્ત કરુ છું. હું મારા દેશમાં એથલેટિક્સનો પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપતી રહીશ.'

— P.T. USHA (@PTUshaOfficial) September 25, 2019

ઉષાનું યાદગાર પ્રદર્શન 1984મા લોસ એન્જિલ્સ ઓલિમ્પિકમાં રહ્યું, જેમાં તે 400 મીટર વિઘ્ન દોડની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી, પરંતુ એક સેકન્ડના 100મા ભાગથી બ્રોન્ઝ મેડલ ચુકી ગઈ હતી. તેણે 1985 જકાર્તા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ સિવાય પાંચ ગોલ્ડ મેડલ- 100 મી, 200 મી, 400 મી, 400મી વિઘ્ન દોડ અને ચાર ગુણા 400 મી રિલે-જીત્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news