Pro Kabaddi League 2019: તેલુગૂ ટાઇટંસે ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સને 30-24 થી આપી માત
આ પહેલાં રમાયેલા મુકાબલામાં વિકાસ ખંડોલાના શાનદાર 12 પોઇન્ટના દમ પર હરિયાણા સ્ટીલર્સે પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની સાતમી સિઝનમાં રવિવારે એકા એરેનામાં હાલના ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને 33-30થી હરાવીને લીગમાં પોતાની બીજી નોંધાવી હતી.
Trending Photos
અમદાવાદ: પ્રો કબડ્ડી લીગ-2019માં રવિવારે રમાયેલા બીજા મુકાબલામાં તેલુગૂ ટાઇટંસે ગુજરાત જાયન્ટસને 30-24 થી માત આપી હતી. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના એક એરિના બાય ટ્રાંસસ્ટેડિયામાં રમાઇ હતી. શનિવારે રમાયેલા મુકાબલામાં પણ ગુજરાત જાયન્ટસને હારનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે તમિલ થલાઇવાઝે ગુજરાત જાયન્ટસને 34-28 થી માત આપી હતું. તેલુગૂ ટાઇટંસ અત્યાર સુધી 7 મુકાબલા રમી ચૂકી છે જેમાં તેની આ પહેલી જીત છે. ગુજરાત દ્વારા રોહિત ગૂલિયાએ 5 રેડ, જ્યારે પ્રવેશ ભૈંસવાલે 7 ટેકલ પોઇન્ટ પોતાના નામે કર્યા હતા.
જોકે, ટોસ જીતીને કોર્ટ પસંદ કરનારી ગુજરાતની ટીમે આજે નબળી શરૂઆત કરી હતી. બન્ને ટીમો પાસે શ્રેષ્ઠ કહી શકાય એવા ડિફેન્ડર હતા. ગુજરાતનો સુકાની સુનિલ કુમાર અને તેલુગુ ટાઈટન્સના વિશાલ ભારદ્વાજે છ-છ મેચોમાં ટેકલ દ્વારા 17-17 પોઈન્ટ મેળવ્યા હતા. જોકે આજે ફરી એક વખત યજમાન ટીમ પર પ્રવાસી ટીમનો દબદબો જોવા મળ્યો હતો. હાફ ટાઈમે તેલુગુની ટીમ 17-13થી આગળ હતી. કમનસીબે પોતાના છમાંથીએક પણ મેચ જીતી ન શકનારી તેલુગુ ટીમ સામે પણ ગુજરાતની ટીમે પોઈન્ટ માટે ઝઝુમવું પડ્યું હતું અને તે સરસાઈ મેળવી શકી નહતી. તેલુગુની ટીમે આ મેચ પહેલા એકમાત્ર મેચ ટાઈ કરી હતીઅને તેના માત્ર પાંચ પોઈન્ટ જ હતા.
ઘરઆંગણાની પહેલી મેચ શનિવારે તમિલ થલાઈવાસ સામે ગુમાવવા સાથે સતત ત્રીજી મેચમાં પરાજય થતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ આજે વિજયના મક્કમ ઈરાદા સાથે આજે કોર્ટ પર ઊતરી હતી. તમિલ થલાઈવાસે ગુજરાત સામે વિજય મેળવવા સાથે 20 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મ્ળવ્યું હતું જ્યારે ગુજરાત 16 પોઈન્ટ સાથે સાતમા સ્થાને સરકી ગઈ હતી.
આ પહેલાં રમાયેલા મુકાબલામાં વિકાસ ખંડોલાના શાનદાર 12 પોઇન્ટના દમ પર હરિયાણા સ્ટીલર્સે પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની સાતમી સિઝનમાં રવિવારે એકા એરેનામાં હાલના ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને 33-30થી હરાવીને લીગમાં પોતાની બીજી નોંધાવી હતી. વિકાસે પીકેએલમાં પોતાના 200 રેડ પોઇન્ટ પણ પુરા કરી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે