ENGvsPAK: ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થયો પાકિસ્તાનનો શાદાબ ખાન

પાકિસ્તાન વિશ્વ કપ પહેલા તૈયારીના રૂપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વનડે અને એક ટી20 મેચ રમશે. 
 

ENGvsPAK: ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થયો પાકિસ્તાનનો શાદાબ ખાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો સ્પિન બોલર શાદાબ નદીમ બીમારીને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે અને ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જીયો ટીવી અનુસાર શાદાબના શરીરમાં એક વાયરસ મળ્યો છે, જેની સારવારમાં ઓછામાં ઓછા ચાર સપ્તાહનો સમય લાગશે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે ઈંગ્લેન્ડમાં એક નિષ્ણાંત પાસે શાદાબની સારવાર કરાવશે જેથી તે 30 મેથી શરૂ થતાં વિશ્વ કપ માટે સંપૂર્મ ફિટ થઈ જાય અને ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે. 

પાકિસ્તાન વિશ્વ કપ પહેલા તૈયારીના રૂપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વનડે અને એક ટી20 મેચ રમશે. 

શાદાબે અત્યાર સુધી પાકિસ્તાન માટે 34 વનડે અને 32 ટી20 મુકાબલા રમ્યા છે. તેણે વનડેમાં 47 જ્યારે ટી20માં 44 વિકેટ પોતાના નામે કરી છે. 

વિશ્વકપની ટીમમાં આમિરને જગ્યા નહીં
પાકિસ્તાને ગુરૂવારે વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. તેમાં અનુભવી પરંતુ ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને પોતાની 15 સભ્યોની ટીમમાં જગ્યા આપવામાં આવી નથી જ્યારે બેટ્સમેન આબિદ અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે વિશ્વકપ ટીમ અને બે રિઝર્વ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. 

ટીમ આ પ્રકારે છેઃ સરફરાઝ અહમદ (કેપ્ટન), ફખર જમાન, ઇમામ ઉલ હક, આબિદ અલી, બાબર આઝમ, શોએબ મલિક, હારિસ સોહેલ, મોહમ્મદ હાફીઝ, શાદાબ ખાન, ઇમામ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીન શાહ અફરીદી, જુનૈદ ખાન અને મોહમ્મદ હસનૈન. 
રિઝર્વ ખેલાડીઃ આસિફ અલી અને મોહમ્મદ આમિર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news