PAK vs SL: T20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર બન્યો પાકનો હસનૈન

હસનૈન પહેલા અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર હતો. રાશિદે 20 વર્ષ 5 મહિના 10 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 
 

PAK vs SL: T20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર બન્યો પાકનો હસનૈન

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો મોહમ્મદ હસનૈન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર બની ગયો છે. તેણે શનિવારે શ્રીલંકા વિરુદ્ધ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભનુકા રાજપક્ષો (32), દાસુન શનાકા (17) અને શેનન જયસૂર્યા (2)ને આઉટ કરીને આ સિદ્ધી મેળવી હતી. હસનૈન પહેલા અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર હતો. રાશિદે 20 વર્ષ 5 મહિના 10 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

19 વર્ષ 183 દિવસના આ યુવા ફાસ્ટ બોલરનું પ્રદર્શન પોતાની ટીમને જીત અપાવી શક્યું નહતું. પાકિસ્તાને ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં પાંચ વિકેટ પર 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ માત્ર 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

હસનૈન પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની બીજી મેચ રમવા ઉતર્યો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 37 રન આપ્યા પરંતુ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. હસનૈન પ્રથમ બે ઓવરમાં સંઘર્ષ કરવો પડ્યો પરંતુ ત્રીજી ઓવરમાં તેણે શાનદાર વાપસી કરી અને ભનુકા રાજપક્ષેને એક ફાસ્ટ યોર્કર પર બોલ્ડ કરી દીધો હતો. તેણે 16મી ઓવરના અંતિમ બોલ પર રાજપક્ષેની વિકેટ ઝડપી અને ત્યારબાદ 19મી ઓવરના પ્રથમ બે બોલ પર તેણે વિકેટ ઝડપી હતી. 

તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર 9મો અને પાકિસ્તાનનો બીજો બોલર છે. તેની પહેલા ફહીમ અશરફે 27 ઓક્ટોબર 2017ના શ્રીલંકા વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયાનો બ્રેટ લી ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર હતો. તેણે 2007મા બાંગ્લાદેશ વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને આયર્લેન્ડ વિરુદ્ધ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news