પાકિસ્તાન World Cup 2019 સેમિફાઇનલને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ટ્રોલ

આંકડા સંપૂર્ણ રીતે પાકિસ્તાનની વિરુદ્ધ છે અને તેની વિશ્વ કપની સફર સમાપ્ત થઈ ગઈ છે, તેવામાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમ ટ્રોલ થઈ રહી છે.

  પાકિસ્તાન World Cup 2019 સેમિફાઇનલને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ટ્રોલ

નવી દિલ્હીઃ વિશ્વ કપ-2019મા સેમિફાઇનલની દોડમાંથી પાકિસ્તાન લગભગ બહાર થઈ ગયું છે. પાક ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે તે કામ કરવું પડશે જે અસંભવ નજર આવી રહ્યું છે. તેનો આગામી મુકાબલો બાંગ્લાદેશ વિરુદ્ધ છે. હવે તેણે સેમિફાઇનલમાં પહોંચવું છે તો તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ રમતા 350 રન બનાવવા પડશે અને ફરી તેને 39 રનમાં ઓલઆઉટ કરવું પડશે. એટલે કે 311 રનથી વિજય મેળવવો પડશે. હવે આ વાત અસંભવ લાગી રહી છે. 

હવે આંકડા સંપૂર્ણ રીતે પાકિસ્તાનની વિરુદ્ધ છે અને તેની વિશ્વ કપની સફર સમાપ્ત થઈ ગઈ છે, તેવામાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમ ટ્રોલ થઈ રહી છે. ક્રિકેટ ફેન્સે પાકિસ્તાનને ટ્રોલ કરતા એકથી એક મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે. 

— Ashish Meghraj (@shivji111) July 3, 2019

— Ashish Meghraj (@shivji111) July 3, 2019

— Shahrukh Ghazi (@Shahrukhghazi1) July 3, 2019

— AMMAR♥♥ (@AmmarCheema13) July 3, 2019

— DANIEL‏‎ڈینئل (@JoblessMallu) July 3, 2019

આ વિશ્વકપમાં અત્યાર સુધી ત્રણ ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેમાં ઓસ્ટ્રેલિયા, ભારત તથા ઈંગ્લેન્ડની ટીમ છે. ચોથી ટીમ તરીકે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ દાવેદાર છે. હપે પાકિસ્તાનને સેમિફાઇનલમાં કોઈ જાદૂ પહોંચાડી શકે છે. પરંતુ સરફરાઝની ટીમ 1992 વિશ્વ કપ ઈતિહાસનું પુનરાવર્તન કરી રહી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે આ ટીમ કરિશ્મા કરી શકે છે, પરંતુ હવે તેની સફર લીગ મુકાબલા સુધી જ સમાપ્ત થઈ ગઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news