#EconomicSurvey: કવર પેજ દર્શાવે છે મોદી સરકારનું વિઝન, જાણો શું છે ખાસ
મોદી સરકાર-2.0 દ્વારા આજે સંસદમાં ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈકોનોમિક સરવેની બૂકલેટના કવર પેજની બરાબર વચ્ચેના ભાગમાં #Economy@5trillion લખવામાં આવ્યું છે. સરકારે 2025 સુધીમાં ભારત દેશનું અર્થતંત્ર 5 લાખ કરોડ ડોલરનું બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત બે મહત્વપૂર્ણ બાબતો રોજગાર અને ઈન્વેસ્ટમેન્ટને પણ ઈકોનોમિક સરવેના કવર પજ પર સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી સરકારનું આગામી વિઝન સ્પષ્ટ થાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ મોદી સરકાર-2.0 દ્વારા આજે સંસદમાં ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઈકોનોમિક સરવેની બૂકલેટના કવર પેજની બરાબર વચ્ચેના ભાગમાં #Economy@5trillion લખવામાં આવ્યું છે. સરકારે 2025 સુધીમાં ભારત દેશનું અર્થતંત્ર 5 લાખ કરોડ ડોલરનું બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત બે મહત્વપૂર્ણ બાબતો રોજગાર અને ઈન્વેસ્ટમેન્ટને પણ ઈકોનોમિક સરવેના કવર પજ પર સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી સરકારનું આગામી વિઝન સ્પષ્ટ થાય છે.
કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે ઈકોનોમિક સરવેના કવરપેજની થીમ અંગે જણાવ્યું કે, "કવર પેજ સ્કાયબ્લ્યૂ કલરમાં બનાવાયું છે. આકાશી રંગ અમારી વિચારધારા દર્શાવે છે. આ દુનિયામાં કંઈ પણ ફિક્સ હોતું નથી. આથી કોઈ પોલિસી કેટલી સારી છે? શું તે લોકો સુધી પહોંચી રહી છે કે નહીં? તેનો અંદાજ ત્રણ તથ્યો પર લગાવાય છે. પ્રથમ, વિઝન કેવું છે. વર્તમાન સરકારે 2025 સુધીમાં દેશના અર્થતંત્રને 5 લાખ કરોડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. કવર પેજ સરકારનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરે છે."
Chief Economic Advisor KV Subramanian on #EconomicSurvey 2018-19: Theme that underlies this economic survey is, the sky blue colour, the colour used for the survey, captures unfettered blue sky thinking which is what we've indulged in trying to come with the idea for this survey pic.twitter.com/kTN6AyKwp5
— ANI (@ANI) July 4, 2019
તેમણે વધુમાં જણાવ્યું કે, "સરકારના આ વિઝનને પુરું કરવા માટે એક સ્ટ્રેટજિક બ્લ્યૂપ્રિન્ટની જરૂર હોય છે. ચાલુ વર્ષના #EconomicSurvey એ બ્લ્યૂપ્રિન્ટ છે, જેના પર કામ કરીને લક્ષ્યને પ્રાપ્ત કરી શકાશે. અમે ભેગામળીને આ બ્લ્યૂપ્રિન્ટમાં એ તમામ પાસાઓનો સમાવેશ કર્યો છે, જે હેતુ સર કરવાનો માર્ગ બનશે."
#EcoSurvey2019: An effective minimum wage policy that targets the vulnerable bottom rung of wage earners can help in driving up aggregate demand and building and strengthening the middle class #Economy5trillion @FinMinIndia @PIB_India @nsitharamanoffc https://t.co/WM40RLAwMG
— K V Subramanian (@SubramanianKri) July 4, 2019
રાજ્યસભામાં આર્થિક સરવે રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે, આગામી નાણાકિય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર 7 ટકાની આજુબાજુ રહેશે. સાથે જ તેમણે જણાવ્યું કે, જો દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવું હશે તો વિકાસનો દર 8 ટકાની આસપાસ રહેવો જોઈએ. તેના માટે ગ્રામીણ ક્ષેત્રોમાં માગ વધારવી જરૂર છે. માગમાં વધારો કર્યા વગર આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાશે નહીં.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે