2019ના વિશ્વકપ પહેલા એશિયા કપ જીતવો અમારી પ્રાથમિકતાઃ ફખર ઝમાન
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટક્કર 19 સપ્ટેમ્બરે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર ફખર ઝમાનને લાગે છે કે તેની ટીમ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વિશ્વકપમાં પસંદગીની ટીમોમાંથી એક હશે. ફખર ઝમાને પોતાની ટીમના છેલ્લા કેટલાક સમયના પ્રદર્શનનો હવાલો આપતા આ વાત કરી છે.
આ સાથે તેણે કહ્યું કે, અત્યારે તેની પ્રાથમિકતા એશિયા કપ છે.
સ્કાઇ સ્પોર્ટ્સ સાથે ખાસ વાતચીત કરતા તેણે કહ્યું, હાલની પાકિસ્તાની ટીમનું કોમ્બિનેશન શાનદાર છે અને તેના કારણે અમે હાલમાં જે પ્રદર્શન કર્યું તે તેનો પૂરાવો છે.
તેણે આશાની સાથે કહ્યું કે, અમે ઈંગ્લેન્ડમાં માત્ર હાજરી પૂરાવવા માટે નહીં પરંતુ ટાઇટલ જીતવા માટે જશું. મને લાગે છે કે 2019 વિશ્વકપ માટે અમારી ટીમ પર ફેવરિટનો માર્કો હોવો યોગ્ય છે કારણ કે અમારી ટીમ વિશ્વકપ માટે તૈયાર છે.
ફખર ઝમાને તે પણ કહ્યું કે, અત્યારે તેની પ્રાથમિકતા આગામી મહિને યૂએઈમાં શરૂ થનારા એશિયા કપ પર છે. જ્યાં તેની સૌથી મોટી ટક્કર ભારત સાથે થવાની છે.
એશિયા કપની વાત કરતા આ બેટ્સમેને કહ્યું, આ સમયે હું સંપૂર્ણ રીતે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરવા માટે એકાગ્ર છું. હા વિશ્વકપ 2019 મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે પરંતુ અત્યારથી તેના માટે પ્લાન કરવો થોડી ઉતાવળ ગણાશે, કારણ કે તે પહેલા અમારી સામે ઘણી મહત્વની ટૂર્નામેન્ટ છે.
ફખર ઝમાન પાકિસ્તાન ટીમનો મુખ્ય બેટ્સમેન છે અને તેનું હાલનું ફોર્મ પાકિસ્તાન માટે એક સારો સંકેત છે. તેણએ અત્યાર સુધી રમેલા 18 વનડે મેચમાં 76ની શાનદાર એવરેજથી 1065 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 6 અર્ધસદી સામેલ છે. જ્યારે 22 ટી20 મેચમાં ઝમાનના નામે 646 રન નોંધાયેલા છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટક્કર 19 સપ્ટેમ્બરે થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે