ઐશ્વર્યા રાય પર વિવાદિત ટિપ્પણી બદલ પાકિસ્તાનીઓએ જ આ પૂર્વ પાક ક્રિકેટરને લીધો આડે હાથ

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરતા તમામ હદો પાર કરી નાખી. અબ્દુલ રજ્જાકે પીસીબીની સરખામણી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કરતા એક એવું નિવેદન આપી દીધુ કે જેણે ક્રિકેટ જગતને શર્મસાર કરી દીધુ. 

ઐશ્વર્યા રાય પર વિવાદિત ટિપ્પણી બદલ પાકિસ્તાનીઓએ જ આ પૂર્વ પાક ક્રિકેટરને લીધો આડે હાથ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023ના ગ્રુપ સ્ટેજથી જ બહાર થઈ ગઈ. ટુર્નામેન્ટમાં શરમજનક પ્રદર્શન બાદ ટીમ પાછી પાકિસ્તાન પહોંચી ગઈ છે. આવામાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ સતત બાબર આઝમ અને ટીમ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આવામાં અનેક વિવાદિત નિવેદનો પણ સામે આવી રહ્યા છે. 

આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરતા તમામ હદો પાર કરી નાખી. અબ્દુલ રજ્જાકે પીસીબીની સરખામણી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કરતા એક એવું નિવેદન આપી દીધુ કે જેણે ક્રિકેટ જગતને શર્મસાર કરી દીધુ. 

— Waleed Rauf (@WaleedRauf20) November 13, 2023

રજ્જાકના નિવેદન પર હસતાં જોવા મળ્યા આફ્રીદી અને અન્ય ખેલાડી
એક કાર્યક્રમમાં રજ્જાકે પીસીબીની નિયતપર વાત કરતા કહ્યું કે જો તમારી સોચ એવી હોય કે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી નેક-ગુણવાન બાળક પેદા થાય, તો આવું ક્યારેય થઈ શકે નહીં. આથી પહેલા તમારે નિયત ઠીક કરવી પડે. રજ્જાકના આ નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

રજ્જાકે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે તેની સાથે તે મંચ પર 2009 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી શાહિદી આફ્રિદી સહિત અન્ય ખેલાડીઓ પણ મંચ પર હાજર હતા. બધા આ સાંભળીને હસવાં લાગ્યા હતા. આવામાં રજ્જાકની સાથે આ બધા ખેલાડીઓ પણ હવે આલોચના ઝેલી રહ્યા છે. ભારતીય કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ રજ્જાકના આ નિવેદનની ખુબ ટીકા કરી. 

— Farid Khan (@_FaridKhan) November 13, 2023

સિંઘવીએ આફ્રિદી સહિત અન્ય ખેલાડીઓને પણ લપેટામાં લેતા કહ્યું કે આ નિવેદન અને તે ખેલાડીઓનું હાસ્ય પાકિસ્તાનની સડેલી માનસિકતા દર્શાવે છે. સિંઘવી ઉપરાંત પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ રજ્જાકને આડે હાથ લીધો. 

— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) November 14, 2023

પોતાના નિવેદનમાં શું કહ્યું હતું રજ્જાકે?
રજ્જાકે કહ્યું હતું કે હું અહીં પીસીબીના ઈરાદા વિશે વાત કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનના ઈરાદા સારા છે. મે તેમની પાસેથી આત્મવિશ્વાસ અને સાહસ શીખ્યા અને અલ્લાહનો આભાર માનું છું કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. 

પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રજ્જાકે કહ્યું કે, જો તમારી સોચ એવી હોય કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી નેક-ગુણવાન બાળક પેદા થાય તો એવું ક્યારેય થઈ શકે નહીં. આથી પહેલા તમારે  તમારી નિયત ઠીક કરવી પડશે. અત્રે જણાવવાનું કે રજ્જાક સાથે આ કાર્યક્રમમાં તેની સાથે તે મંચ પર 2009 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી શાહિદી આફ્રિદી સહિત અન્ય ખેલાડીઓ પણ મંચ પર હાજર હતા. બધા આ સાંભળીને હસવાં લાગ્યા હતા

આ નિવેદનની ટીકા કરતા સિંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ભારતીય અભિનેત્રી પર રજ્જાકની અભદ્ર ટિપ્પણી અને તેના પર તેના સાથીઓનું હાસ્ય દેખાડે છે કે પાકિસ્તાનની પોતાની વિચારધારા કેટલી સડેલી છે. જે માનસિક રીતે વિકલાંગ સંતાન પેદા કરી રહી છે. જ્યારે પાકિસ્તાની પત્રકાર આરઝૂી કાઝમીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે, અમારા ક્રિકેટર્સની આ જ માનસિકતા છે. ઐશ્વર્યા રાયપર કરેલી આ કોમેન્ટ બદલ રજ્જાકને શરમ આવવી જોઈએ. રજ્જાકે આ શરમજનક ઉદાહરણ રજૂ કર્યું છે. 

— Abhishek Singhvi (@DrAMSinghvi) November 14, 2023

આફ્રિકીએ શું કહ્યું?
આ બધા વચ્ચે પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું પણ નિવેદન સામે આવ્યું છે. આફ્રિદી આ પ્રોગ્રામમાં રજ્જાકની બિલકુલ પાસે બેઠો હતો અને તે નિવેદન પર હસી રહ્યો હતો. હવે આફ્રિદીએ સમા ટીવી પર કહ્યું કે, કાલે પ્રોગ્રામ ચાલતો હતો અને અમે સ્ટેજ પર બેઠા હતા. રજ્જાકે કોઈ વાત કરી દીધી ત્યા. રજ્જાકે જે વાત કરી તે મને સમજ આવી નહીં. હું આમ જ હસી રહ્યો હતો. હું સમજી રહ્યો હતો કે તેના હાથમાં માઈક છે તો તેણે કોઈને કોઈ વાત કરવાની જ છે. 

આફ્રિદીએ કહ્યું, ત્યાં બધા લોકો હસી રહ્યા હતા. હું જ્યારે ઘરે આવ્યો તો કોઈએ મને તે ક્લિપ મોકલી કે આખરે તેણે શું વાત કરી છે. જ્યારે મે ધ્યાનથી સાંભળ્યું તો રજ્જાકે તો એ કહ્યું હતું હું તો આમ જ હસવા લાગ્યો હતો સ્ટેજ પર, તો મને અજીબ જેવું લાગ્યું. હું પણ રજ્જાકને મેસેજ કરીશ કે બધાને સોરી કહે. તે ખુબ ખોટી મજાક હતી. આવી મજાક ન થવી જોઈએ. 

— Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2023

શોએબ અખ્તરે પણ ઝાટક્યો
પૂર્વ પાકિસ્તાન ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ કહ્યું કે, હું રજ્જાક દ્વારા કરાયેલી આ અયોગ્ય મજાક કે તુલનાત્મક નિવેદનની ટીકા કરું છું. કોઈ પણ મહિલાનું આ રીતે અપમાન થવું જોઈએ નહીં. તેમની પાસે બેઠેલા લોકોએ હસવા અને તાળીઓ પાડવાની જગ્યાએ અવાજ ઉઠાવવો જોઈતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news