Gujarat Election 2022: સૌથી મોટા સમાચાર, નીતિન પટેલ અને વિજય રૂપાણી નહીં લડે ચૂંટણી

BJP Gujarat: ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી લડવાના નથી. 

Gujarat Election 2022: સૌથી મોટા સમાચાર, નીતિન પટેલ અને વિજય રૂપાણી નહીં લડે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીમાં હજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી નથી. પરંતુ આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ પણ ચૂંટણી લડવાના નથી. નીતિન પટેલે એક પત્ર લખીને સીઆર પાટિલને કહ્યું છે કે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નથી.

ભાજપના બે દિગ્ગજ નેતા નહીં લડે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટથી ધારાસભ્ય તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આગામી ચૂંટણી લડવાના નથી. તેમણે પોતાના નિર્ણયની જાણ પાર્ટીને કરી દીધી છે. એટલે કે હવે વિજય રૂપાણી પાર્ટીનું કામ કરશે. નોંધનીય છે કે વિજય રૂપાણી ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરતા આવ્યા છે. તેઓ પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. 

નીતિન પટેલ નહીં નોંધાવે ઉમેદવારી
નીતિન પટેલ 1990થી ધારાસભ્ય હતા. તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણી સરકારમાં નીતિન પટેલ અનેક વિભાગો સંભાળી ચુક્યા છે. તેઓ મહેસાણા વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા. નીતિન પટેલે આજે પ્રદેશ પ્રમુખ પાટિલને એક પત્ર લખ્યો છે. તેમણે તેમાં જણાવ્યું કે હું આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2022

નીતિન પટેલનું રાજકીય કરિયર
નીતિન પટેલ 1990માં કડી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. નીતિન પટેલ ચાર વખત કડીથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ નીતિન પટેલ 2012થી અત્યાર સુધી મહેસાણા બેઠકથી ધારાસભ્ય હતા. પરંતુ હવે ઉત્તર ગુજરાતનો દિગ્ગજ ચહેરો આ ચૂંટણી લડવાના નથી. નીતિન પટેલને પાર્ટી હવે કઈ નવી જવાબદારી આપે છે તે તો આવનારો સમય જણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news