હેપી બર્થડે મુરલીધરનઃ ટેસ્ટ અને વનડેમાં વિકેટોનો 'મહારેકોર્ડ', બોલિંગ એક્શનને લઈને રહ્યો વિવાદ


ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ બોલર રહેલા શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન આજે 17 એપ્રિલે પોતાનો 48મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વર્ષ 1972માં કેન્ડીમાં જન્મેલા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લીધી છે, જે આ ફોર્મેટમાં સર્વાધિક છે. પરંતુ તેની બોલિંગ એક્શનને લઈને જરૂર વિવાદ રહ્યો અને 1995માં તો અમ્પાયરે તેના બોલને નો-બોલ ગણાવી દીધો હતો. 
 

 હેપી બર્થડે મુરલીધરનઃ ટેસ્ટ અને વનડેમાં વિકેટોનો 'મહારેકોર્ડ', બોલિંગ એક્શનને લઈને રહ્યો વિવાદ

નવી દિલ્હીઃ 5 ફૂટ 7 ઇંચ લાંબા સ્પિનર મુરલીધરને ટેસ્ટ વિકેટોમાં એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો લગભગ અશ્યય લાગે છે. મુરલીએ ટેસ્ટમાં 800 વિકેટ લીધી જે ક્રિકેટના આ લાંબા ફોર્મેટમાં સર્વાધિક છે. વનડેમાં તેના નામે 534 વિકેટ નોંધાયેલી છે જે એક રેકોર્ડ છે. 

કરિયરમાં 80 વિકેટ જ મળી હોત!
તેવું લાગે છે કે તે પોતાના કરિયરમાં 80 વિકેટ જ લઈ શક્યો હોત જ્યારે ડેરલ હેયરે 1995માં મેલબોર્નના મેદાન પર તેની બોલિંગને નો-બોલ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અર્જુન રણતુંગાએ તેની ઘણી મદદ કરી અને તે વિશ્વના મહાન સ્પિનરોમાં પોતાનું નામ નોંધાવી શક્યો. 

સીમેન્ટના મેદાન પર પણ સ્પિન કરાવી શકે છે બોલ
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન દિલીપ મેન્ડિસે એકવાર મુરલીધરનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તે સીમેન્ટના મેદાન પર પણ બોલ સ્પિન કરાવવાની ક્ષમતા ધરાવે છે. મુરલી પોતાના કાંડાને ખુબ જોરથી ઘુમાવતો હતો. મુરલીએ સૌથી વધુ 67 વખત ટેસ્ટની એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ કરિયરમાં 22 વખત 10 કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે જે એક રેકોર્ડ છે. 

1️⃣ Most wickets in international cricket
2️⃣ Most capped Sri Lanka player
3️⃣ Best Test bowling figures by a Sri Lankan pic.twitter.com/jyKtqQXKsi

— ICC (@ICC) April 17, 2020

ડ્રો-હારેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ
2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા મુરલીધરન ડ્રો અને હારેલી ટેસ્ટ મેચોમાં વધુ વિકેટ લેવાના મામલામાં ટોપ પર છે. મુરલીધરને 800માંથી 362 વિકેટ હારેલી અને ડ્રો રહેલી ટેસ્ટ મેચોમાં ઝડપીછે. એટલું જ નહીં, તેણે 10 વખત તો વનડેમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. 

પજ્ઞાન ઓઝા બન્યો હતો 800મો શિકાર
મુરલીધરને વર્ષ જુલાઈ 2010માં પોતાના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ ભારત વિરુદ્ધ રમી અને તેણે પ્રજ્ઞાન ઓઝાને 800મો ટેસ્ટ શિકાર બનાવ્યો હતો. 

— ICC (@ICC) April 17, 2020

આવુ રહ્યું મુરલીનું કરિયર
મુરલીએ કરિયરમાં 133 ટેસ્ટ મેચ રમી અને કુલ 800 વિકેટ ઝડપી હતી. તેણે આ ફોર્મેટમાં એક અડધી સદી પણ ફટકારી હતી. તો વનડેમાં તેણે 350 મેચોમાં કુલ 534 વિકેટ પોતાના નામે કરી હતી. વનડે અને ટેસ્ટમાં તેનો સર્વાધિક વિકેટ ઝડપવાનો રેકોર્ડ આજે પણ યથાવત છે. તેણે 12 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ 13 વિકેટ ઝડપી હતી. 

આઈપીએલ પણ રમ્યો, પછી બન્યો કોચ
મુરલીધરને આઈપીએલમાં ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે 2008માં ચેન્નઈ સુપર કિંગ્સની સાથે હતો, પછી કોચ્ચિ કસ્કર્સ કેરલા અને આરસીબી તરફથી રમ્યો હતો. બાદમાં તે સનરાઇઝરર્સ હૈદરાબાદનો બોલિંગ કોચ અને મેન્ટોર બની ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news