કોરોના ઇફેક્ટઃ ફેસબુકે જૂન 2021 સુધી રદ્દ કરી તમામ ફિઝિકલ ઇવેન્ટ્સ

કોરોનાને કારણે હવે કંપની ઓનલાઇન ઇવેન્ટનો માર્ગ અપનાવી રહી છે. આ ક્રમમાં ફેસબુકે જાહેરાત કરી કે તમામ ફિઝિકલ ઇવેન્ટ જૂન 2021 સુધી ટાળી દેવામાં આવી છે. 

કોરોના ઇફેક્ટઃ ફેસબુકે જૂન 2021 સુધી રદ્દ કરી તમામ ફિઝિકલ ઇવેન્ટ્સ

કેલિફોર્નિયાઃ ફેસબુકે પોતાની તમામ મોટી ઇવેન્ટ જૂન 2021 સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે આ પહેલા પણ ફેસબુકે પોતાની તમામ ઇવેન્ટ રદ્દ કરી દીધી હતી. 

ઉલ્લેખનીય છે કે ફેસબુકે માત્ર ફિઝિકલ ઇવેન્ટ રદ્દ કરી છે જે પહેલાથી પ્લાન કરવામાં આવી હતી અને તેમાં 50 કે તેથી વધુ લોકો સામેલ થવાના હતા. 

ફેસબુક સૈન હોજેમાં  Oculus Connect 7 વર્ચુઅલ રિયાલિટી કોન્ફરન્સનું આયોજીન કરવાવની હતી, જેને હવે રદ્દ કરી દેવામાં આવી છે. પરંતુ આ ઇવેન્ટ ફિઝિકલ નહીં થાય, પરંતુ તેને કંપની ઓનલાઇ કરશે. 

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, તેમાંથી કેટલિક ઇવેન્ટ ઓનલાઇન આયોજીત કરવામાં આવશે. માર્ક ઝકરબર્ગે તે પણ કહ્યું કે, આગામી મહિનાના અંત સુધી ફેસબુકના મોટા ભાગના કર્મચારી ઘરેથી કામ કરશે. 

માર્ક ઝકરબર્ગે તે પણ કર્યું કે, જે કર્મચારી રિમોટલી કામ કરી શકતા નથી, જેમ કે કોન્ટેન્ટ રિવ્યૂઅર્સ જે કાઉન્ટર આતંકવાદ કે સુસાઇડ અને સેલ્ફ હાર્મ પ્રિવેશન પર કામ કરી રહ્યાં છે, કે પછી તેવા એન્જિનિયર઼ જે કોમ્પલેક્સ હાર્ડવેયર પર કામ કરી રહ્યાં છે, તેને જલદી બોલાવવામાં આવી શકે છે.

ફેસબુકના સીઈઓએ કહ્યું કે, જે કર્મચારી ચાઇલ્ડ કેયર કે અન્ય કોઈ કારણથી ઓફિસે આવી શકતા નથી તે ઘરેથી કામ કરી શકે છે. 

ફેસબુક સિવાય એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ પણ ફિઝિકલ ઇવેન્ટ રદ્દ કરી દીધી છે. હવે કંપનીઓ પ્રોડક્ટ લોન્ચ માટે ઓનલાઇન સ્ક્રીમિંગનો માર્ગ અપનાવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news