Olympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રી

Paris Olympics 2024: ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના ચોથા મેડલ માટે આશાવાદી છે. રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેણે જાપાની રેસલિંગ સ્ટાર Yui Susakiને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે યુક્રેનને હરાવી સેમીફાયનલમાં પહોંચી ગઈ છે. 

Olympics 2024 : મેડલ લાવશે વિનેશ ફોગાટ? યુક્રેન અને જાપાનને ધૂળ ચટાડી, સેમીફાઈનલમાં એન્ટ્રી

Vinesh Phogat: ભારત પેરિસ ઓલિમ્પિકમાં ચોથો મેડલ જીતે તેવી આશા વધી છે . શરૂઆતમાં જાપાની કુસ્તીબાજ વિનેશ ફોગાટ પર હાવી થઈ ગઈ હતી. પરંતુ છેલ્લી 5 સેકન્ડમાં વિનેશે ફિલ્મી સ્ટાઈલમાં જીત મેળવીને ક્વાર્ટર ફાયનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. વિનેશે ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયનને પછાડીને પોઈન્ટ મેળવ્યા હતા. હવે વિનેશે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

  1. વિનેશ ફોગાટે માત્ર જાપાન જ નહીં પરંતુ વિશ્વની નંબર વન રેસલર યૂઇ સુસાકીને હરાવી છે.
  2. ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા Yui Susakiએ એક પણ પોઈન્ટ હાર્યા વિના ગોલ્ડ મેડલ (41-0) જીત્યો હતો.
  3. Yui Susaki જે તેની 14 વર્ષની કારકિર્દીમાં માત્ર ત્રણ મેચ હારી છે. જે ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન છે.
  4. Yui Susaki જે બે વખત એશિયન ચેમ્પિયન છે. વર્લ્ડ અંડર 23 ચેમ્પિયન છે. બે વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને ત્રણ વખત વર્લ્ડ કેડેટ ચેમ્પિયન છે.
  5. વિનેશ ફોગાટે જાપાની Yui Susakiને હરાવી છે

— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024

જાપાની રેસલરને 3-2થી હરાવી
વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેના હાથમાંથી મેચ સરકી જતી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેને અદ્ભુત પ્રદર્શન કર્યું અને જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી દીધી હતી. વર્તમાન ચેમ્પિયન સુસાકી આ હારથી ચોંકી ગઈ હતી. સુસાકી 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન પણ છે. વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને તેની મેડલની આશા વધારી દીધી છે.

 

વિનેશે ઇતિહાસ રચ્યો
વિનેશે એ સાબિત કરી દીધું છે કે હજુ પણ તેનામાં દમ છે. વિનેશે ન માત્ર વિશ્વ ચેમ્પિયનને હરાવી હતી પરંતુ વિશ્વ કુસ્તીના ઈતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો અને હવે તેને વિનેશ પાસેથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વિનેશે 3 પોઈન્ટનો શોટ માર્યો ત્યારે તેની પાસે માત્ર 5 સેકન્ડ હતી. પરંતુ આમ છતાં તેણે હાર ન માની અને ફિલ્મી સ્ટાઈલમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. રાઉન્ડ ઑફ 16માં વિનેશ શરુઆતમાં આ મુકાબલામાં પાછળ હતી અને છેલ્લી મિનિટ પહેલાં સુધી 2-0થી પાછળ હતી. છેલ્લી મિનિટમાં તેણે જબરદસ્ત દાવ લગાવીને 3-2થી મેચ પોતાના પક્ષમાં લાવી દીધી હતી અને યુઈ સુસાકીને હરાવી દીધી હતી. યુઈ સુસાકી નંબર વન રેસલર છે 

જીત બાદ ભાવુક થઈ ગઈ વિનેશ
રોમાંચક જીત બાદ વિનેશ ફોગાટ ભાવુક જોવા મળી હતી. બીજી તરફ સુસાકીએ તેને 2 પોઈન્ટ માટે પડકાર ફેંક્યો પરંતુ તેને કોઈ ફાયદો થયો નહીં. બીજી તરફ ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પણ ભારતને મેડલની આશા વધારી છે.  તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ 89 મીટરથી વધુ લાંબી બરછી ફેંકી હતી. હવે ભારત પાસેથી વધુ બે મોટા મેડલની અપેક્ષા રાખી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news