બાંગ્લાદેશ સંકટથી ભારતની આ ઈન્ડસ્ટ્રીના આવી શકે છે સારા દિવસો! રોજગારી વધવાની પણ તકો

Bangladesh Unrest: બાંગ્લાદેશનો કપડાં વેપાર દુનિયાભરમાં ફેલાયેલો છે. આંકડા મુજબ બાંગ્લાદેશથી દર મહિને 3.5 થી 3.8 બિલિયન ડોલર વચ્ચે એક્સપોર્ટ થાય છે. જેમાં યુરોપિયન સંઘથી લઈને યુકે સુદ્ધા સામેલ છે. કુલ માર્કેટનો 10 ટકા ભાગ અમેરિકામાં એક્સપોર્ટ થાય છે.

બાંગ્લાદેશ સંકટથી ભારતની આ ઈન્ડસ્ટ્રીના આવી શકે છે સારા દિવસો! રોજગારી વધવાની પણ તકો

બાંગ્લાદેશમાં હાલ સ્થિતિ ખુબ ગંભીર છે. તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના ઉદ્યોગો પર અસર પડી રહી છે. કારોબાર લગભગ ઠપ્પ છે. બાંગ્લાદેશની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક છે. અહીં બનેલા કપડાં ભારત સહિત દુનિયાન અનેક દેશોમાં નિકાસ થાય છે. હવે જો કે બાંગ્લાદેશની સ્થિતિ હાલ જે જોવા મળી રહી છે તે જોતા દુનિયાભરના કપડાંના ખરીદનારા ભારત તરફ નજર ફેરવી શકે છે. જો આમ થાય તો ભારતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીના સારા દિવસો આવશે. તેનાથી વેપાર તો વધશે પરંતુ સાથે સાથે રોજગારી પણ વધશે. બાંગ્લાદેશમાં જેટલી ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી છે જેમાથી 25 ટકા ઈન્ડસ્ટ્રી ભારતીયોની છે. 

બાંગ્લાદેશમાં સંકટ બાદ ત્યાંનો કપડાં ઉદ્યોગ તમિલનાડુના તિરુપુર જેવા શહેરમાં શિફ્ટ થઈ શકે. અત્રે જણાવવાનું કે તિરુપુરમાં દેશની અનેક કપડાં ઈન્ડસ્ટ્રી છે. અહીં લાખો લોકો કામ કરે છે. જાણકારોના જણાવ્યાં મુજબ બાંગ્લાદેશથી જેટલું કપડું એક્સપોર્ટ થાય છે તેના 10થી 11 ટકા ભાગ તિરુપુર જેવા શહેરો તરફ વળે તો ભારતના ટેક્સ્ટાઈલ બિઝનેસમાં દર મહિને 300થી 400 મિલિયન ડોલર (લગભગ 2515 થી 3354 કરોડ રૂપિયા)નો વધારો થાય. જાણકારોનું એવું પણ માનવું છે કે બાંગ્લાદેશ સંકટ બાદ તિરુપુરની કપડાં ઈન્ડસ્ટ્રીને પહેલા કરતા વધુ ઓર્ડર મળવાના પણ શરૂ થઈ શકે. 

યુરોપથી લઈને યુકે સુધી બિઝનેસ
બાંગ્લાદેશનો કપડાં વેપાર દુનિયાભરમાં ફેલાયેલો છે. આંકડા મુજબ બાંગ્લાદેશથી દર મહિને 3.5 થી 3.8 બિલિયન ડોલર વચ્ચે એક્સપોર્ટ થાય છે. જેમાં યુરોપિયન સંઘથી લઈને યુકે સુદ્ધા સામેલ છે. કુલ માર્કેટનો 10 ટકા ભાગ અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. જો ભારતની વાત કરીએ તો એક્સપોર્ટ બાંગ્લાદેશના સરખામણીમાં ખુબ ઓછી છે. જે માત્ર 1.3 થી 1.5 બિલિયન ડોલર વચ્ચે છે. 

ભારતને મળશે ઓર્ડર?
જાણકારો મુજબ બાંગ્લાદેશ સંકટના કારણે દુનિયાભરના વેપારીઓ ભારતમાં પોતાના ઓર્ડરોની સંખ્યા વધારી શકે. જાણકારોનું કહેવું છે કે ભારત એક્સપોર્ટ કરવાની ક્ષમતા વધારી શકે છે. બીજી બાજુ બાંગ્લાદેશમાં જે ભારતીયોના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેઓ ભારતમાં શિફ્ટ કરી શકે છે. જો આમ થાય તો ભારત માટે તે ફાયદાની વાત હશે. કપડાં ઉદ્યોગ વિસ્તરશે અને રોજગારની તકો પણ વધશે. 

ગુજરાતથી થાય શું થાય છે નિકાસ
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતથી કોટન, યાર્ન, મેન મેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. સુરતથી લગભગ માસિક અંદાજિત 200 કરોડ રૂપિયાની નિકાસ થાય છે. રિપોર્ટ્સ મુજબ બાંગ્લાદેશમાં હાલ 3000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ હાલતમાં છે. આ સેક્ટરમાં બાંગ્લાદેશ ભારતનું સ્પર્ધક રાષ્ટ્ર કહી શકાય. મજૂરી સસ્તી પડવાના કારણે અમેરિકા, યુરોપ સહિત પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા હતા. ટેક્સ્ટાઈલ એક્સપર્ટ્સનું માનવું છે કે આ સંકટથી જો કે ગુજરાતને બહુ ફાયદો ન થાય. બાંગ્લાદેશમાં ભારતથી નિકાસ વધારે છે અને આયાત ઓછી છે. દક્ષિણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડા આયાત થાય છે જ્યારે ગુજરાતમાંથી ઓછા પ્રમાણમાં માલ જાય છે. જો સંકટ લાંબુ ચાલે તો ટેક્સ્ટાઈલ સેક્ટરને ફાયદો થાય. રાજ્યના કેટલાક ઉદ્યોગકારોનું કહેવું છે કે આ રાજકીય સંકટ 6 મહિના કે તેનાથી વધુ ચાલે તો બાંગ્લાદેશ જતા ઓર્ડર ભારતને મળે તેવી શક્યતા ઊભી થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news