CWG 2022: કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ, બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો ગંભીર આરોપ

Lovlina Borgohain: લવલીના બર્મિંઘમમાં શરૂ થનાર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં લાગેલી છે. આ પહેલા તેનું કહેવું છે કે તે ફેડરેશનમાં ચાલી રહેલી ગંદી રાજનીતિને કારણે પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી શકતી નથી. 

CWG 2022: કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ, બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો ગંભીર આરોપ

બર્મિંઘમઃ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા બોક્સર લવલીના બોરગોહેને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના ગણતરીના દિવસો પહેલા લવલીનાએ બીએફઆઈ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. લવલીનાનું કહેવું છે કે બીએફઆઈમાં ચાલી રહેલી રાજનીતિને કારણે તે પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી શકતી નથી. 

લવલીનાએ આરોપ લગાવ્યો કે, બોક્સિંગ ફેડરેશનના અધિકારી વારંવાર મારા કોચ સંધ્યા ગુરૂંગજીને રમત ગામમાં આવવા દેતા નથી, જેના કારણે હું ટ્રેનિંગ કરી શકતી નથી. જેનાથી મારે માનસિક ત્રાસમાંથી પસાર થવું પડી રહ્યું છે. 

નોંધનીય છે કે પાછલા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી સ્ટાર ભારતીય બોક્સર લવલીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની વ્યથા સંભળાવી છે. લવલીનાએ આરોપ લગાવ્યો કે 28 જુલાઈથી શરૂ થઈ રહેલી ગેમ્સ પહેલા તેના કોચ સંધ્યા ગુરૂંગને હટાવી દેવામાં આવ્યા અને પછી તેમને અંતે સામેલ કરવામાં આવ્યા, તો હવે રમત વિલેજમાં તેમને એન્ટ્રી મળી રહી નથી, જેથી તેની તૈયારીઓ પ્રભાવિત થઈ છે. 

— Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022

લવલીનાએ પોતાના ટ્વીટમાં કહ્યું- હું મોટા દુખ સાથે કહી રહી છું કે મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જે કોચની મદદથી મેં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો તેને વારંવાર હટાવી મારી રમત અને ટ્રેનિંગને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનેક પ્રયાસો બાદ તેને આવવા દેવામાં આવ્યા તો હવે રમત વિલેજમાં એન્ટ્રી આપવામાં આવી રહી નથી. 

તેણે કહ્યું, મારે ટ્રેનિંગમાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને માનસિક ત્રાસ પણ થાય છે. મારી સાથે આવું ત્યારે કરવામાં આવી રહ્યું છે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં મારા મુકાબલામાં માત્ર 8 દિવસ બાકી છે. મારા બીજા કોચને પણ પરત મોકલી દેવામાં આવ્યા. હું તે સમજી શકતી નથી કે કઈ રીતે મારી ટ્રેનિંગ પર ધ્યાન આપું. આ બધા કારણે પાછલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારૂ પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને કોમનવેલ્થમાં પણ તે મારી સાથે આવુ કરવા ઈચ્છે છે. પરંતુ લવલીનાએ પોતાની નોટમાં કોઈ અધિકારીનું નામ લીધુ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news