World Cup અધવચ્ચે મુકી ક્યાં ચાલ્યા ટીમ ઈન્ડિયાના કોચ? રાહુલ દ્રવિડનો Video Viral

Video Viral: ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપમાં ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં એક બાદ એક સળંગ પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. ત્યારે અચાનક કોચ રાહુલ દ્રવિડ અધવચ્ચેથી ક્યાં ચાલ્યાં ગયા એ મુદ્દો ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દ્રવિડનો આ વીડિયો જુઓ....

World Cup અધવચ્ચે મુકી ક્યાં ચાલ્યા ટીમ ઈન્ડિયાના કોચ? રાહુલ દ્રવિડનો Video Viral

Video Viral: ભારતમાં હાલ ચાલી રહ્યો છે ક્રિકેટનો મહાકુંભ. 2023માં યોજાયેલાં વર્લ્ડ કપમાં ભારત યજમાન દેશ છે. ત્યારે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી સળંગ પાંચ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારત આ વર્લ્ડ કર જીતવાનું મજબૂત દાવેદાર માનવામાં આવે છે. બધુ જ સારું ચાલી રહ્યું છે એવી સ્થિતિમાં વર્લ્ડ કપ અધવચ્ચે મુકીને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ક્યાં ચાલ્યાં ગયા છે. હાલ રાહુલ દ્રવિડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે, ટીમ ઈન્ડિયાએ આ વન-ડે આઈસીસી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અત્યાર સુધીમાં તેની તમામ પાંચ મેચ જીતી છે. હવે તેને 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડનો સામનો કરવો પડશે. આ મેચ લખનૌમાં રમાનાર છે. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હિમાચલ પ્રદેશના ત્રિંડ પહોંચ્યા હતા. રાહુલ દ્રવિડના પહાડોની વચ્ચે ફરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 

 

Dharamsala done ✅

💙 Taking some positive vibes to Lucknow next #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/g0drFKacT4

— BCCI (@BCCI) October 25, 2023

 

બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો-
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બુધવારે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ જોવા મળે છે. દ્રવિડ સિવાય સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો પણ આ ટીમ સાથે છે. આમાં દરેક વ્યક્તિ ટ્રુંડમાં ટ્રેકિંગ કરતા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે રાહુલ દ્રવિડ વહેલી સવારે ટ્રેકિંગ કરતા ત્રિખંડ પહોંચ્યો હતો. બધાએ ત્યાં ઘણો સમય વિતાવ્યો અને ઘણો આનંદ કર્યો.

દ્રવિડ આ વીડિયોમાં કહે છે, 'એકવાર તમે ટ્રેક કરો અને ઉપર ચઢી જાઓ તો તમને આનંદ મળે છે. તમને તે ગમે છે, તે એક સુંદર દૃશ્ય છે. હું સપોર્ટ સ્ટાફ સાથે આવ્યો હતો. વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓનું આવવું થોડું જોખમી છે. મને આશા છે કે જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કોઈ ટુર્નામેન્ટ નહીં હોય ત્યારે ફ્રી ટાઈમમાં એકવાર જરુર અહીં બધા સાથે આવીશું. 

ભારતનું જોરદાર પ્રદર્શન-
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ, તેઓએ અમદાવાદમાં લગભગ 1.25 લાખ દર્શકોની સામે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું. આ પછી તેણે બાંગ્લાદેશને 7 વિકેટે અને ન્યૂઝીલેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news