India vs New Zealand: ડેરેલ મિશેલ આમ થયો આઉટ, થયો ડ્રામા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાઈ રહેલી સિરીઝની બીજી ટી20 મેચમાં ત્રીજા અમ્પાયરના એક નિર્ણયથી વિવાદ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં ઘણીવાર મેદાની અમ્પાયર પોતાના નિર્ણયને લઈને અસમંજસમાં હોય છે. અથવા ઘણીવાર ટીમ અમ્પાયરના નિર્ણય પર અસહમત જોવા મળે છે. તેવામાં પરિણામની ખાતરી કરવા માટે ત્રીજા અમ્પાયરની મદદ લેવામાં આવી છે. પરંતુ ઘણીવાર ત્રીજા અમ્પાયરનો નિર્ણય આવ્યા બાદ દુવિધા બની રહતી હોય છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ઓકલેન્ડમાં રમાઇ રહેલા મેચમાં ત્રીજા અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો પરંતુ તેનાથી ન તો બેટિંગ ટીમ સંતુષ્ટ જોવા મળી ન તો મેચ જોનારા લોકો.
ન્યૂઝીલેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવર ચાલી રહી હતી. ક્રુલાણ પંડ્યાએ પોતાની પ્રથમ ઓવરમાં મુનરોને આઉટ કર્યો હતો. તેની ઓવરના અંતિમ બોલ પર ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ડેરેલ મિશેલ બેટિંગ કરી રહ્યો હતો. ક્રુલાણે તેની વિરુદ્ધ એલબીની અપીલ કરી. અમ્પાયરે તેને આઉટ આપ્યો. પરંતુ મિશેલ આ નિર્ણય સાથે અસમહત જોવા મળ્યો. મિશેલનું કહેવું હતું કે બોલ તેના બેટને લાગીનો ગયો છે અને તેણે રિવ્યૂ લેવાનો નિર્ણય લીધો.
હોટ સ્પોટમાં બેટ પર નિશાન જોવા મળ્યું. કારણ કે બોલ પેડથી ઘણો દૂર હતો તેથી આ નિશાન બોલનું હોઈ શકતું હતું. પરંતુ ડીઆરએસમાં ત્રણેય નિશાન લાલ જોવા મળ્યા હતા. બોલ ટ્રેકિંગમાં બોલ મિડલ સ્ટમ્પને ટચ થતો જોવા મળી રહ્યો હતો. ત્રીજા અમ્પાયરે મિશેલને આઉટ ગણાવ્યો. તેનું કહેવું હતું કે, બોલ બેટને લાગ્યો નથી. વિલિયમસન અને મિશેલ અમ્પાયર સાથે વાત કરી રહ્યાં હતા. અમ્પાયરે મિશેલને રોકવાનું કહ્યું, ધોની વિલિયસમન અને અને અમ્પાયર વાત કરી રહ્યાં હતા. ત્રીજા અમ્પાયરના નિર્ણયથી તમામ અસમંજસમાં હતા. મિશેલને બચવાની તક હતી જો રોહિત પોતાની અપીલ વિડ્રો કરી લે. ક્રુલાણે પોતાની આગામી ઓવરમાં વિલિયસમનને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી.
THE GREATEST DRS FARCE OF ALL TIME JUST HAPPENED
Daryl Mitchell given out LBW by the TV umpire, despite Hotspot and replays showing a clear inside edge! Why even have it?!? #NZvIND #INDvNZ
LIVE: https://t.co/yeSfCoJdU9 pic.twitter.com/GRVJS8CqLm
— FlashScore Cricket Commentators (@FlashCric) February 8, 2019
અમ્પાયરે કેમ આવ્યો નિર્ણય
હવે સવાલ તે છે કે શંકાનો લાભ બેટિંગ કરનારી ટીમને આપવામાં આવે છે તો અમ્પાયરે આ મામલે આમ કેમ કર્યું. અમ્યારે સ્નીકોમીટર પર જોયું તો તેમાં બેટનું કોઈ નિશાન જોવા ન મળ્યું. તેથી તેણે કહ્યું કે, બેટ લાગ્યું નથી. એટલે અમ્પાયરે હોટ સ્પોટ પર સ્નીકોમીટરને પ્રાધાન્ય આપ્યું હતું.
Once the DRS messed it up there was no solution other than asking the batsman to leave. The 3rd umpire has preferred snicko over hot spot. We haven't heard the last of this.
— Harsha Bhogle (@bhogleharsha) February 8, 2019
ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેએ ટ્વીટર પર તેનું વિશ્લેષણ પણ કર્યું, તેણે લખ્યું એકવાર જો DRS બાદ પણ બેટ્સમેનને આઉટ ગણાવી દેવામાં આવે તો તેની પાસે મેદાન બહાર જવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ત્રીજા અમ્પાયરે હોટ સ્પોટની ઉપર સ્નીકોમીટરને પ્રાધાન્ય આપ્યું. પરંતુ કોઈ ફાઇનલ વાત હજુ સામે આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે