NZ vs SL, બીજી ટેસ્ટઃ પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ 178મા ઓલઆઉટ, લકમલની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ આજથી શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહેતા શ્રેણી અત્યારે 0-0થી બરાબરી પર છે.
Trending Photos
ક્રાઇસ્ટચર્ચઃ બોક્સિંગ ડેના દિવસે શરૂ થયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં સુરંગા સકમલની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડના પ્રથમ ઈનિંગમાં માત્ર 178 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં પ્રથમ દિવસે સ્ટંપ્સ સુધી શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી 88 રન બનાવી લીધા છે. પ્રથમ ઈનિંગના આધારે શ્રીલંકા હજુ 90 રન પાછળ છે.
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને આ મહત્વનો સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં માત્ર 178 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. એક સમયે યજમાનનો સ્કોર 64/6 થઈ ગયો હતો, પરંતુ ટિમ સાઉદીએ 65 બોલમાં આક્રમક 68 રન ફટકારીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. તેણે બીજે વોટલિંગ (46)ની સાથે સાતમી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. પરંતુ યજમાન ટીમે અંતિમ ચાર વિકેટ માત્ર 6 રનમાં ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફતી ટોમ લૈથમ 10, જીત રાવલ 6, કેન વિલિયમસ્ન 2, રોસ ટેલર 27, હેનર નિકોલ્સ 1, કોલિન ડી ગ્રાન્ડહમોમ 1, એઝાજ પટેલ 2 અને નીલ વૈગનર શૂન્ય પર આઉટથયો હતો. શ્રીલંકા તરફતી સુરંગા લકમલે પાંચ ,લહિરૂ કુમારાએ ત્રણ અને દિલરૂવાન પરેરાએ એક વિકેટ ઝડપી હતી.
જવાબમાં શ્રીલંકાની શરૂઆત પણ ખરાબ રહી અને 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. દનુષ્કા ગુનાતિલકા 8, દિમુથ કરૂણારત્ને 7 અને કેપ્ટન ચંડીમલ 6 રન બનાવી આઉટ થયા હતા. 18મી ઓવરમાં 51ના સ્કોર પર કુસલ મેન્ડિસ (15) પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મેથ્યુસ (27*) અને રોશન સિલ્વા (15*) ટીમને દિવસના અંત સુધી 88 રન પર પહોંચાડી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉદીએ ત્રણ અને કોલિન ડી ગ્રાન્ડહોમે એક વિકેટ ઝડપી છે.
સંક્ષિપ્ત સ્કોરબોર્ડ
ન્યૂઝીલેન્ડઃ (ટિમ સાઉદી 68, બીજે વોટલિંગ 46, સુરંગા લકમલ 54/5, લહિરૂ કુમારા (49/3)
શ્રીલંકા 88/4 (એન્જેલો મેથ્યુસ 27*, ટિમ સાઉદી 29/3)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે