IPL: નવા લુક સાથે 436 દિવસ બાદ મેદાન પર ઉતર્યો મહેન્દ્ર સિંહ ધોની


આઈપીએલની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 
 

IPL: નવા લુક સાથે 436 દિવસ બાદ મેદાન પર ઉતર્યો મહેન્દ્ર સિંહ ધોની

નવી દિલ્હીઃ ભારતનો પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રોફેશનલ ક્રિકેટમાં 436 દિવસ બાદ મેદાનમાં ઉતર્યો છે. આઈપીએલ 2020ના પ્રથમ મુકાબલામાં ધોની ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાલી રહ્યો છે. 

ધોનીની સેનાની સામે રોહિતની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ છે ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોતાની વિરોધી ટીમ માટે હંમેશા મુશ્કેલી ઉભી કરતી આવી છે. 

ધોનીએ પોતાની પાછલી મેચ 2019 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદથી ફેન્સ ધોનીના હેલિકોપ્ટર શોટ જોવાની રાહ જોઈ રહ્યાં છે. 

— IndianPremierLeague (@IPL) September 19, 2020

ધોનીએ પાછલા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. હવે આઈપીએલમાં તેના પ્રદર્શન પર બધાની નજર રહેશે. 

ધોની ચેન્નઈની ટીમનો સૌથી મજબૂત ખેલાડી છે, કારણ કે તે લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news