MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું, જાણો કારણ!
CSK vs RCB: એમએસ ધોની ફરી એક વાર છેલ્લી ઓવરોમાં મેચને પલટવાની કોશિશ કરી રહ્યો છે. અહીં ટીમ માટે જીત કરતાં 201નો ટાર્ગેટ અગત્યનો હતો. જેની નજીક CSK પહોંચી ગયું હતું પણ 20મી ઓવરના પહેલાં જ બોલ પર ધોનીએ યશ દયાલના એક બોલ પર 110 મીટરની સિક્સ ફટકારી અને આખી મેચ બદલાઈ ગઈ...
Trending Photos
Ms Dhoni 110 meter six: ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે 8 માંથી 7 મેચ હારી ચૂકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલી જોરદાર વાપસી કરશે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને બહારનો રસ્તો દેખાડી દેશે. છેલ્લી લીગ મેચમાં, બેંગલુરુએ શાનદાર રીતે ચેન્નાઈને 27 રનથી હરાવ્યું અને પ્લેઓફમાં જગ્યા બનાવી. આ વખતે એમએસ ધોની પણ બેંગલુરુ પાસેથી આ જીત છીનવી શક્યો ન હતો. તેનાથી વિપરિત, ધોનીની ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સે અજાણતાં આરસીબીને મદદ કરી દીધી હતી. જેમાં આ સિઝનનો સૌથી લાંબો છગ્ગો કારણભૂત હતો. જે ધોનીના બેટથી આવ્યો હતો.
Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું
પ્લેઓફમાં પહોંચવા માટે બેંગલુરુને આ મેચમાં ચેન્નાઈને ઓછામાં ઓછા 18 રનથી હરાવવું જરૂરી હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 218 રન બનાવ્યા હતા. આ પછી ચેન્નાઈ મુશ્કેલીમાં ફસાઈ હતી. અહીં એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક લાવી દીધી. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, જેથી હાર છતાં તે ક્વોલિફાય કરી શકે. આ ઓવરનો પ્રથમ બોલ જ ચેન્નાઈને ભારે પડ્યો.
Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા ₹ 1800
IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ
ધોનીએ 110 મીટર લાંબી સિક્સ ફટકારી
ધોની 20મી ઓવરમાં સ્ટ્રાઈક પર હતો અને તેની સામે બિનઅનુભવી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ હતો. ધોનીએ દયાલના પહેલા જ બોલ પર લોંગ લેગ બાઉન્ડ્રીની બહાર 6 રન પર મોકલ્યો હતો. તે માત્ર બાઉન્ડ્રીની બહાર જ નહી પરંતુ છતને ઓળંગીને સ્ટેડિયમની બહાર પણ પહોંચી ગયો હતો. આ 110 મીટર લાંબી સિક્સ હતી, જે આ સિઝનમાં એક રેકોર્ડ છે. આનાથી CSKને આશા બંધાઈ કારણ કે 5 બોલમાં માત્ર 11 રનની જરૂર હતી. ગયા વર્ષે આવી જ એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં યશ દયાલ પર સતત 5 સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ગુજરાત સહિતના ડ્રાય સ્ટેટમાં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી
BECIL Jobs: આ જગ્યાએ નોકરી લાગી તો સમજો નસીબ ઉઘડી ગયા, તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ
આ રીતે મેચ પલટાઈ ગઈ..
આવી સ્થિતિમાં તે ડર યશ દયાલના મનમાં અને કરોડો ચાહકોના મનમાં પણ ફરી વળ્યો હતો. પરંતુ અહીં જ ધોનીની આ સિક્સરે મદદ કરી. હવે તમે પણ વિચારશો કે આ કેવી રીતે થયું? તો ખરી વાત એ છે કે ધોનીના શોટને કારણે બોલ બહાર ગયો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોને બીજો બોલ બોલાવવાની ફરજ પડી હતી અને આ દયાલ માટે ફાયદાકારક હતું. અગાઉનો બોલ ભીનો થવા લાગ્યો હતો, જે બોલિંગ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યો હતો. બેંગલુરુએ તેને બદલવા માટે ઘણી વખત અપીલ કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. હવે બદલાયેલો બોલ સંપૂર્ણપણે સુકાયેલો હતો અને દયાલે ધીમા બોલ અને યોર્કરનો સચોટ ઉપયોગ કરીને તેનો લાભ લીધો હતો.
Mangal Gochar: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગોચર આપશે એક પછી એક મુસીબત
T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક
સિક્સર પછી, દયાલે આગળનો બોલ ધીમો નાખ્યો હતો, જે પરફેક્ટ સાબિત થયો અને ધોનીનો શોટ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. દયાલે બાકીના 4 બોલમાં માત્ર 1 રન આપીને RCBએ ન માત્ર મેચ જીતી લીધી પરંતુ તેમને પ્લેઓફમાં પણ લઈ ગયો. આ મેચ ધોનીની સંભવિત છેલ્લી મેચ હોવાનું કહેવાય છે. જો આ વાત સાચી સાબિત થાય છે તો વિડંબના એ થશે કે ચેન્નાઈને ઘણી મેચો પૂરી કરીને જીતાડનાર ધોની જ ટીમની હારનું કારણ બન્યો.
Donald Trump ની 'નાભિ' નું રહસ્ય જાણે છે આ 'વિભિષણ', કોર્ટમાં પોતાના પર લઇ લીધો આરોપ
વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે