ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? નહેરાએ ખોલ્યું મોટું સીક્રેટ, કહ્યું; 'પ્લાન તો હતો, પણ...'
IPL 2025 Mega Auction: આઈપીએલ મેગા ઓક્શન 2025 પુરું થયા બાદ હવે હરાજી થયેલા ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમી માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કેમ ના કર્યો?
Trending Photos
Ashish Nehra on Mohammed Shami: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરબના જેદ્દામાં થયું. અબાદી અલ-જવાહર એરેનામાં બે દિવસ સુધી ચાલેલી IPL મેગા ઓક્શન 2025માં 10 IPL ટીમોએ ખેલાડીઓ ખરીદ્યા. મોહમ્મદ શમી માટે ચોંકાવનારી હરાજી જોવા મળી હતી. IPL 2023 પર્પલ કેપ ધારક મોહમ્મદ શમી માટે ગુજરાત ટાઇટન્સે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદ શમીને પોતાના કેમ્પમાં લાવવામાં સફળ રહી. ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ શમી માટે RTM કાર્ડનો ઉપયોગ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે.
આશિષ નહેરાએ ખોલ્યું મોટું રહસ્ય
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો નજરે પડશે. હૈદરાબાદે શમીને આઈપીએલ 2025ની હરાજીમાં 10 કરોડ રૂપિયામાં ખરીધો હતો. એવું ત્યારે થયું જ્યારે તેમની જૂની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો.
આઈપીએલ 2025 મેગા ઓક્શન બાદ ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશિષ નહેરાએ જિયોસિનેમા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શમીને રિટેન કરવાની યોજના હતી, પરંતુ આ રણનીતિ કામ આવી નહોતી. નેહરાએ કહ્યું કે, મોહમ્મદ શમીને ગુજરાત ટાઈટન્સ અને ભારત માટે જે કર્યું છે, 'તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તે અમારા રિન્ટેશન પ્લાનનો હિસ્સો હતો, પરંતુ રિન્ટેશનમાં દરેક પ્લાન સફળ થતો નથી.'
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે વિચાર્યું હતું કે 'આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીશું, પરંતુ જે કિંમત પર હરાજી થઈ, તેણે જોતા અમારે અમારો નિર્ણય બદલવો પડ્યો.'
આઈપીએલમાં મોહમ્મદ શમીની અત્યાર સુધી સફર
ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022માં મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીધો હતો. પોતાની ડેબ્યૂ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટ્રોફી જીતી, અને શમીએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઈપીએલ 2023માં શમીએ શાનદાર પ્રદર્શન કરતા 17 મેચોમાં 28 વિકેટ લીધી અને પર્પલ કેપ મેળવી હતી. શમીની સરેરાશ 18.64 અને ઈકોનોમી 8.03 રહી. વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન શમીને પગની ઘૂંટીમાં ઈજા થઈ, જેના કારણે તે આઈપીએલ 2024થી બહાર થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે