અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સ્ટાર ખેલાડી પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ
રવિવારે 18 ઓગસ્ટે મોહમ્મદ શહઝાદ પર થયેલી બોર્ડની આ કાર્યવાહી પહેલા તેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ અનિશ્ચિત કાળ માટે રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદે એક વર્ષ માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રવિવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ શહઝાદને ટીમના નિયમ તોડવામાં દોષી ઠેરવ્યો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
રવિવારે 18 ઓગસ્ટે મોહમ્મદ શહઝાદ પર થયેલી બોર્ડની આ કાર્યવાહી પહેલા તેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ અનિશ્ચિત કાળ માટે રદ્દ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બોર્ડે તેની સજા નક્કી કરી છે. એસીબીએ એક નિવેદનમાંક હ્યું, 'મોહમ્મદ શહઝાદે એસીબીના શિસ્ત નિયમો અને કાયદા સિવાય બોર્ડ દ્વારા ખેલાડીઓ માટે બનાવવામાં આવેલી આચાર સંહિતાનું પણ પાલન કર્યું નથી.'
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગળ કર્યું છે, 'બોર્ડનુંક કહેવુ છે કે વિકેટકીપર બેટ્સમેન શહઝાદે ઘણા દેશોના પ્રવાસ પર ટીમની નીતિને તોડી હતી. બોર્ડની ઘણી નીતિઓ માટે ખેલાડીઓએ મંજૂરી લેવાની હોય છે, પરંતુ મોહમ્મદ શહઝાદે કોઈ વખત આમ કર્યું નથી.'
31 વર્ષીય મોહમ્મદ શહઝાદને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપ 2019ની વચ્ચે જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પરત બોલાવી લીધો હચો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે, દેશની અંદર એસીબીની પાસે સારા પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ અને અભ્યાસની સુવિધાઓ છે. તેના માટે અફઘાન ખેલાડીઓએ વિદેશ યાત્રા કરવાની જરૂર નથી, પરંતુ શહઝાદે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે