T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના સૌથી મોટા દુશ્મનની પાકિસ્તાન ટીમમાં થઈ એન્ટ્રી, ટી20 વિશ્વકપમાં ફરી થશે ટક્કર

 T20 World Cup News: પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાન ટીમમાં એક ઘાતક બોલરની એન્ટ્રી થઈ છે.

T20 World Cup 2024:  ટીમ ઈન્ડિયાના સૌથી મોટા દુશ્મનની પાકિસ્તાન ટીમમાં થઈ એન્ટ્રી, ટી20 વિશ્વકપમાં ફરી થશે ટક્કર

ઇસ્લામાબાદઃ T20 વિશ્વકપ 2024નું આયોજન આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. પાકિસ્તાનની ટી20 વિશ્વકપ પહેલા ત્રણ ટી20 સિરીઝ રમશે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એક એવા ખેલાડીની વાપસી થઈ છે જેને ભારતનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં મોહમ્મદ આમિર છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રમાનારી ટી20 સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં મોહમ્મદ આમિરનું નામ સામેલ છે.

ટીમ ઈન્ડિયાને આપી ચુક્યો છે મોટું દુખ
ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કરની દરેક ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બંને ટીમો વચ્ચે તાજેતરમાં ઘણી મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાન ટીમમાં મોહમ્મદ આમિરની એન્ટ્રીથી હવે બંને ટીમો વચ્ચે ફરીથી કાંટાની ટક્કર જોવા મળી શકે છે. તેના આવવાથી પાકિસ્તાનની બોલિંગ ખતરનાક થઈ ગઈ છે. જે ભારતીય ટીમની દમદાર બેટિંગ લાઈનઅપ માટે ખતરો રહી છે. મોહમ્મદ આમિરે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલમાં ભારત સામે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આમિર સાથે ભારતીય ટોપ ઓર્ડરનો ધબડકો થઈ ગયો હતો. તેવામાં આમિરની વાપસી ભારત માટે સારો સંકેત નથી. 

આમિરે લીધો હતો સંન્યાસ
મોહમ્મદ આમિરે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ મિસ્બાહ-ઉલ કહ અને વકાર યુનિસની સાથે પોતાના મતભેદોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. તેણે વર્ષ 2020માં છેલ્લીવાર પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તાજેતરમાં તેણે નિવૃત્તિ પરત લઈ મેદાન પર વાપસી કરવાનો સંકેત આપ્યો હતો. હવે તેને ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસે તક છે કે તે આ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી શકે છે. ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ટક્કર થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news