IPL-2019: કોલકત્તા નાઇટરાઇડર્સે મિશેલ સ્ટાર્કને કર્યો બહાર

ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક 2018માં કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમમાં હતો, પરંતુ ઈજાને કારણે આઈપીએલ રમી શક્યો ન હતો.  

IPL-2019: કોલકત્તા નાઇટરાઇડર્સે મિશેલ સ્ટાર્કને કર્યો બહાર

સિડનીઃ કોલકત્તા નાઇટરાઇડર્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ટીમમાંથી બહાર કરી દીધો છે. સ્ટાર્કે બુધવારે  જણાવ્યું કે, કોલકત્તા નાઇટરાઇડર્સે તેને સંદેશો મોકલીને આ વાતની જાણકારી આપી કે, તે આઈપીએલની આગામી  સિઝનમાં ટીમ તરફથી રમશે નહીં. કોલકત્તા નાઇટરાઇડર્સ બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને જૂહી ચાવલાની ટીમ છે.  આ ટીમનો કેપ્ટન દિનેશ કાર્તિક છે. 

કેકેઆરે ઈન્ડિયન પ્રીમિયર લીગની 2018ની સિઝન દરમિયાન સ્ટાર્કને 9.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ  ઈજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર રહ્યો હતો. મિચેલ સ્ટાર્ક આ પહેલા 2016 અને 2017માં પણ ઈજાને કારણે  આઈપીએલ રમી શક્યો ન હતો. સ્ટાર્ક કોલકત્તા ટીમ સાથે જોડાયા પહેલા વિરાટની ટીમ બેંગલુરૂમાં હતો. મિચેલ સ્ટાર્ક  આઈપીએલમાં અત્યાર સુધી 27 મેચ રમ્યો છે. 

આ અંગે સ્ટાર્કે કહ્યું, બે દિવસ પહેલા મને કોલકત્તાના માલિક તરફથી મેસેજ આવ્યો હતો. મને કોલકત્તા  નાઇટરાઇડર્સના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. હાલમાં તો હું ઘરે રહીશ. મારી ઈજા વધુ દિવસો રહેવાની નથી.  આ શરીરને ફીટ કરવાનું અને ઈજામાંથી બહાર આપવાની સારી તક છે. માનવામાં આવી રહ્યું છે કે, કેકેઆરે  ઓસ્ટ્રેલિયા ક્રિકેટના આગામી વર્ષના પ્રોગ્રામને જોતા સ્ટાર્કને રિલીઝ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષે બે  મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ-શ્રેણી રમવાની છે. તેમાં વિશ્વકપ અને એસિઝ સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ માટે પોતાના  ખેલાડીઓને વચ્ચે વચ્ચે આરામ આપવા ઈચ્છે છે, જેથી તે ફીટ રહી શકે. 

આઈપીએલમાં ન રમવાથી ફાયદો થશે
તેણે કહ્યું, જો હું આગામી વર્ષે આઈપીએલમાં ન રમું તો મારી પાતે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલા મને ફીટ  રાખવાની સારી તક મળશે. આ સમયે હું માત્ર ઓસ્ટ્રેલિયા માટે વધુમાં વધુ વનડે અને ટેસ્ટ મેચ રમવા ઈચ્છું છું. 28  વર્ષીય સ્ટાર્કે 45 ટેસ્ટ, 75 વનડે અને 22 ટી-20 મેચ રમી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 186 અને વનડેમાં 145 વિકેટ ઝડપી  ચુક્યો છે. ટી-20માં તેના નામે 30 વિકેટ નોંધાયેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news