INDvsNZ: ન્યૂઝીલેન્ડના ખેલ પ્રધાને કર્યું ટ્વીટ, સુપર ઓવર બેન કરવાનું બિલ રજૂ કરવામાં આવશે
એક વાર ફરી સુપર ઓવર અને એકવાર ફરી કીવી ટીમની હાર. આ એક ચલણ બની ગયું છે. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડ ટીમનો રેકોર્ડ ખરાબ છે. ટીમને માત્ર એકવાર જીત મળી છે.
Trending Photos
હેમિલ્ટનઃ સુપર ઓવરની સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સંબંધ બહુ સારો રહ્યો નથી. ટીમ હજુ જુલાઈમાં વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે સુપર ઓવરમાં હારી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટી20 સિરીઝની એક મેચમાં પણ ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો ફરી બુધવારે એકવાર ફરી સુપર ઓવરે તેના હાથથી જીત છીનવી લીધી હતી. સુપર ઓવર ન્યૂઝીલેન્ડ માટે કેટલી મહત્વની થઈ ગઈ છે તેનો અંદાજ ત્યાંના ખેલ પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસનના ટ્વીટથી લગાવી શકાય છે.
રોબર્ટસને બુધવારે મેચ બાદ મજાકમાં ટ્વીટ કર્યું, 'માનસિક સ્વાસ્થ્ય અને ભલાઈ માટે (સુપરઓવરને બેન)' કરવાનું બિલ આપાત સ્થિતિમાં રજૂ કરવામાં આવશે. (હાં, શાનદાર ઈનિંગ કેન વિલિયમ્સન)
Mental Health and Wellbeing (Banning of Superovers) Bill will be introduced under urgency. Now. #NZvIND (btw, brilliant innings Kane)
— Grant Robertson (@grantrobertson1) January 29, 2020
ટાઈ મેચોમાં ન્યૂઝીલેન્ડ ટીમનો રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. ટીમે 8 મેચ રમી છે અને તેણે 7માં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
પ્રથમવાર બોલ આઉટમાં હાર્યું
ન્યૂઝીલેન્ડની ટીમની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ટાઈ મેચ 2006માં થઈ હતી. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય ટાઈ મેચ પણ હતી. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડની મેચ 126ના સ્કોર પર ટાઈ રહી. ઓકલેન્ડમાં આ મેચમાં કીવી ટીમને બોલ આઉટમાં 0-3થી હાર મળી હતી.
AUS OPEN: ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ, નંબર-1 રાફેલ નડાલ બહાર, થીમે હરાવ્યો
શું થયું હતું મેચમાં
કેપ્ટન કેન વિલિયમ્સન (95)ના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ છતાં અહીં સેડન પાર્ક મેદાન ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચ ટાઈ થઈ ગઈ અને સુપર ઓવરમાં પહોંચી હતી, જ્યાં ભારતે રોમાંચક જીત મેળવી હતી. આ જીતની સાથે ભારતે પાંચ મેચોની ટી20 સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 17 રન બનાવ્યા અને ભારતને જીત માટે 18 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતે અંતિમ બોલ પર રોહિત શર્માના છગ્ગાની મદદથી જીત હાસિલ કરી હતી. ભારતે પ્રથમવાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ જીતી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે