Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર

રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારત અત્યાર સુધી એકવાર ચેમ્પિયન બન્યું છે. 

Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર

નવી દિલ્હીઃ 14મો પુરૂષ હોકી વિશ્વ કપ ભારતની યજમાનીમાં 28 નવેમ્બરથી ઓડિશામાં રમાશે. પ્રદર્શન અને ફિટનેસના આધાર પર પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં 7 યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જે હરેન્દ્ર સિંહની કોચિંગમાં બે વર્ષ પહેલા જૂનિયર વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. હાલમાં પુરૂષ ટીમના કોચ હરેન્દ્ર સિંહ ઈચ્છશે કે તેની ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે. 

રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારત અત્યાર સુધી એકવાર ચેમ્પિયન બન્યું છે. તેણે 1975માં અજીત પાલ સિંહની આગેવાનીમાં ટાઇટલ જીત્યું હતું. તે સમયે ગુરચરણ સિંહ બોધી ટીમના કોચ હતા. ત્યારબાદ ભારત એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ભારતની નજર આ વખતે પોતાના રેકોર્ડને સુધારવા અને ઘરઆંગણે દર્શકને ઉજવણી કરવાની તક આપવા પર છે. 

આવો એક નજર વિશ્વકપના રેકોર્ડ પર...... 

અત્યાર સુધી વિશ્વ કપ રમ્યાઃ 13
બેસ્ટ પ્રદર્શનઃ 1975માં ટાઇટલ જીત્યું
કેટલા મેડલઃ 3 (1971માં બ્રોન્ઝ, 1973માં સિલ્વર, 1975માં ગોલ્ડ)
સૌથી ખરાબ પ્રદર્શનઃ 12માં સ્થાન પર (1986)
કોઈપણ વર્લ્ડ કપમાં સૌથી વધુ જીતઃ 5-5 (1971, 1975, 1982)
કોઈપણ વર્લ્ડ કપમાં સૌથી વધુ હાર) 5  (1986, 1990, 2002, 2006) 
કોઈપણ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કર્યાઃ 29 (1982)
કોઈપણ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ ખાધાઃ 21 (2010)
ભારતીય કોચના દિશા નિર્દેશમાં કેટલી વાર રમ્યાઃ 11 વખત
વિદેશી કોચના દિશા નિર્દેશમાં કેટલી વાર રમ્યાઃ 2 વખત (જોસ બાર્સ-2010, ટેરી વોલ્શ- 2014)
ભારતીય કોચના રહેતા ખાસ પ્રદર્શનઃ 1975માં વિશ્વ ચેમ્પિયન (ગુરચરણ સિંહ બોધી)
વિદેશી કોચના રહેતા બેસ્ટ પ્રદર્શનઃ 8મું સ્થાન- 2010 (કોચઃ જોસ બાર્સા)
આપણા દેશમાં કેટલા વિશ્વકપ રમ્યાઃ 2  (મુંબઈ-1982, દિલ્હીઃ 2010)
આપણા દેશમાં શાનદાર પ્રદર્શનઃ 5મું સ્થાન- 1982 (મુંબઈ)
વિદેશમાં શાનદાર પ્રદર્શનઃ 1975માં ટાઇટલ જીત્યું (કુઆલાલંપુર)
મેચઃ 91
જીતઃ 38
હારઃ 40
ડ્રોઃ 13
ગોલ કર્યાઃ 183
ગોલ ખાધાઃ 178

ભારતીય ટીમ
-ગોલકીપર
પીશ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક
- ડિફેન્ડર
હરમનપ્રીત સિંહ, બીરેન્દ્ર લાકડા, વરૂણ કુમાર, કોથાજીત સિંહ, સુરેન્દર કુમાર, અમિત રોહિદાસ. 
- મિડફીલ્ડર
મનપ્રીત સિંહ (કેપ્ટન), ચિંગલસેના સિંહ (વાઇસ કેપ્ટન), નિલકાંતા શર્મા, હાર્દિક સિંહ, સુમિત
ફોરવર્ડઃ અક્ષદીપ સિંહ, મંદીપ સિંહ, દિલપ્રીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, સિમરનજીત સિંહ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news