ગુજરાતનો આ પોલીસકર્મી બન્યો ચર્ચાનું કેન્દ્ર, તેમનું ભણતર જાણીને નહીં થાય વિશ્વાસ

કવિ હૃદય ધરાવતા કોન્સ્ટેબલ નરેશ સોલાકીની વિશેષતા એ છે કે તે કોન્સ્ટેબલ હોવા છતાં તેમના નામની આગળ ડોકટર લાગે છે.

ગુજરાતનો આ પોલીસકર્મી બન્યો ચર્ચાનું કેન્દ્ર, તેમનું ભણતર જાણીને નહીં થાય વિશ્વાસ

હાર્દિક જોશી/ રાજકોટ: રાજકોટમાં એક પોલીસ કોન્સ્ટેબલ ડોક્ટર છે. કદાચ આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહિ આવે. તમને સવાલ થશે કે એક પોલીસ કોન્સ્ટેબલ ડોક્ટર કઈ રીતે હોઈ શકે. પરંતુ આજે અમે એવા પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ છે જેમને એક એવી સિદ્ધિ મેળવી છે જે અન્ય લોકો માટે પણ પ્રેરણાનું ઝરણું બની શકે છે.

પોલીસનું નામ સાંભળતા જ લોકોને મનમાં મારામારીની ઘટનાઓ યાદ આવી જતી હોય અને લોકો ડરની લાગણી અનુભવતા હોય છે. જો કે રાજકોટમાં એક એવા પોલીસ કર્મી છે જે તેમના ડરના કારણે નહીં પરંતુ તેમના કવિ હૃદયના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એવી તે ગઝલો લખે છે કે વાંચનારા સૌ કોઈ બોલી ઉઠે છે વ્હા કવિરાજ વ્હા. 

કવિ હૃદય ધરાવતા કોન્સ્ટેબલ નરેશ સોલાકીની વિશેષતા એ છે કે તે કોન્સ્ટેબલ હોવા છતાં તેમના નામની આગળ ડોકટર લાગે છે. જો કે આ ડોક્ટર લાગવાનું કારણ એ છે કે આ કોન્સ્ટેબલે સાહિત્ય ક્ષેત્રે મેળવેલી Ph.D ની ડિગ્રી. અમૃત ઘાયલની ગઝલનો અભ્યાસ કરી તેના ઉપર કરેલા સંશોધનને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરની ઉપાધી આપવામાં આવી છે.

સતત સાત વર્ષની મહેનત બાદ તેમણે અમૃત ઘાયલની ગઝલનોનું અધ્યયન કરી Ph.Dની ડિગ્રી મેળવી છે. કોન્સ્ટેબલ નરેશ સોલંકી એ આજ સુધીમાં અનેક ગઝલો લખી છે. જેમાંથી 150થી વધુ ગઝલો વિવિધ સામાહિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. સાહિત્ય ક્ષેત્રે સિદ્ધિ મેળવી સમગ્ર પોલીસ બેળાનું ગૌરવ બનેલા નરેશ સોલંકીને તેમના પિતાનું અવસાન થતાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી.

જો કે નરેશ અમૃત ઘાયલ અને ગુજરાતી સાહિત્યથી પીછો છોડાવી શક્યા નહીં. ખાખીની અંદર રહેલા એક કવિ અને સાહિત્યકારને તેમણે જીવતો રાખ્યો. પોલીસની નોકરીમાંથી સમય મળે તેઓ સાહિત્ય રસિકો વચ્ચે પહોંચી જતા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે કવિ સંમેલનમાં જવું જાણે ફેફ્સામાં શ્વાસ ભરવા જેવું કામ હતું. જો કે અથાગ મહેનત અને તેમને કારેલો પરિશ્રમ અંતે પારસમણિ બની ગયો અને તેમને કોન્સ્ટેબલમાંથી બનાવી દીધા ડોક્ટર.

તેમણે મેળવેલી આ સિદ્ધિને જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પણ બિરદાવી હતી અને તેમને તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. આમતો પોલીસ કોન્સ્ટેબલે મેળવેલી સફળતા કાબિલે તારીફ છે. એક કોન્સ્ટેબલને મળેલું ડોક્ટરનું બિરુદ તેમને અને  તેમના પરિવારને અનોખું ગૌરવ અપાવે છે. જો કે એક સવાલ એ પણ ઉઠે છે કે સૌથી મોટી ડિગ્રી ગણાતી Ph.Dની ઉપાધિ મેળવ્યા પછી પણ અધ્યાપક કે અન્ય કોઈ ઉચ્ચ દરજંજાથી વંચીત રહી જાય તો દોષ કોને દેવો આજની રોજગારી ક્ષેત્રે બદલતી જતી વ્યવસ્થાને?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news