મયંક અગ્રવાલને મળી સ્પોન્સરશિપ, સીએટ સાથે કર્યો કરાર

ભારતીય ટીમનો યુવા ઓપનર મયંક અગ્રવાલ હવે પોતાના બેટમાં સીએટના સ્ટીકર સાથે રમતો જોવા મળશે. 

મયંક અગ્રવાલને મળી સ્પોન્સરશિપ, સીએટ સાથે કર્યો કરાર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પ્રતિભાશાળી ખેલાડી મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. આ સિરીઝમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું હતું. મયંકને ઘણા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તેણે ટીમમાં સ્થાન મળતા પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. મયંકને શાનદાર પ્રદર્શન કરવાનો એક મોટો ફાયદો થયો છે. તેની સાથે ટાયર કંપની સીએટ લિમિટેડે કરાર કર્યો છે. મહત્વનું વાત છે કે, મયંક ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્ટીકર વગરના બેટ સાથે મેદાનમાં ઉતર્યો હતો. 

સીએટ સાથે જોડાયા બાદ મયંક હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સીએટના લોગોવાળા બેટ સાથે જોવા મળશે. મયંક પહેલા રોહિત શર્મા, અંજ્કિય રહાણે, ઇશાન કિશન, શુભમન ગિલ અને મહિલા ક્રિકેટ ટીમની ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સીએટ સાથે જોડાયેલા છે. 

વર્ષ 2010માં અન્ડર-19 વિશ્વકપમાં ભારત માટે સર્વોચ્ચ સ્કોરર રહેલા મયંકે 2017-2018 રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેણે સીઝન દરમિયાન 1000થી વધુ રન બનાવ્યા હતા. મયંકે હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કરતા પ્રથમ મેચમાં 76 રન બનાવ્યા હતા.

— CEAT TYRES (@CEATtyres) February 12, 2019

મયંકે સીએટ સાથે જોડાયા બાદ કહ્યું, સીએટની સાથે જોડાવા પર મને ગર્વ છે. મેદાનની અંદર અને બહાર એક બ્રાન્ડના રૂપમાં તેનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. સીએટમાં પ્રતિભાશાળી અને સફળ ક્રિકેટરોના ગ્રુપમાં સામેલ થવા માટે મને ગર્વનો અનુભવ થાય છે અને જવાબદારીઓનું ભાન અપાવે છે. 

સીએટના મેનેજિંગ ડિરેક્ટર અનંત ગોયનકાએ કહ્યું, સીએટ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિભાશાળી ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે જોડાઈને અમે ખુશ છીએ. અમારૂ માનવું છે કે, મયંકમાં ભારતીય ક્રિકેટમાં એક મોટા ખેલાડી બનવાના તમામ ગુણો છે. અમે તેને શુભેચ્છા આપીએ છીએ અને સીએટ પરિવારમાં તેનું સ્વાગત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news