IND vs ENG: ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો, ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમમાં વાપસી કરવા તૈયાર આ બે દમદાર ખેલાડી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 સપ્ટેમ્બરથી લંડનના ઓવલ મેદાન પર ચોથી ટેસ્ટનો પ્રારંભ થવાનો છે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર આવ્યા છે. 
 

IND vs ENG: ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો, ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમમાં વાપસી કરવા તૈયાર આ બે દમદાર ખેલાડી

લંડનઃ ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે ઈનિંગ અને 76 રનથી કારમો પરાજય સહન કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બે શાનદાર બોલરની એન્ટ્રી થવા જઈ રહી છે. અહેવાલ પ્રમાણે ચોથી અને મહત્વની ટેસ્ટ માટે માર્ક વુડ અને ક્રિસ વોક્સની ટીમમાં વાપસી થવાની છે. વુડે લોર્ડસ ટેસ્ટમાં પોતાની ગતિની મદદથી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી હતી. તો વોક્સ પોતાની લાઇન એન્ડ લેન્થના દમ પર ઓવલમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બાજી બગાડી શકે છે. 

ડેલી મેલ ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે માર્ક વુડ અને ક્રિસ વોક્સ ફિટ થઈ ચુક્યા છે અને ચોથી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ હશે. વુડ ખભાની ઈજાને કારણે ત્રીજી ટેસ્ટમાં બહાર રહ્યો હતો અને તેના સ્થાને ક્રેગ ઓવરટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વુડ અને વોક્સ ચોથી ટેસ્ટમાં મેદાન પર ઉતરે છે તો ઈંગ્લિશ ટીમના બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. મહત્વનું છે કે રોબિન્સન અને ઓવરટને ત્રીજી ટેસ્ટમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. રોબિન્સને મેચમાં સાત વિકેટ ઝડપી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

 હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ઈનિંગ અને 76 રને પરાજયનો સામનો કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 432 રન બનાવી 354 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news