બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો સમીર વર્મા

સમીરે 65 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 20-22, 23-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીએ મિક્સ્ડ ડબલ્સમાં આયર્લેન્ડના સૈમ મૈગી અને ચોલે મૈગીને 22-20, 24-22થી પરાજય આપ્યો છે. 
 

બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો સમીર વર્મા

કુઆલાલમ્પુરઃ ભારતના સમીર વર્માને મલેશિયા ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો હતો. 

સમીરે તેને 65 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  20-22, 23-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રણવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીએ મિક્સ્ડ ડબલ્સમાં આયર્લેન્ડે સૈમ મૈગી અને ચોલે મૈગીને 22-20, 24-22થી પરાજય આપ્યો હતો. 

ભારતીય શટલર સમીરે પ્રથમ ગેમ  22-20થી હારી ગયો પરંતુ તેણે બીજી ગેમમાં વિરોધી ખેલાડીને પડકાર આપતા 23-21થી જીત મેળવી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં તેનો 12-21થી પરાજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news